અદિતીરાવ હૈદરીએ ગાડી છોડાવવા માટે પોલીસને લાંચ આપવા કર્યો પ્રયાસ

નવી દિલ્હી : નોઇડામાં એક ઇવેન્ટ એટેન્ડ કરવા માટે આવેલી બોલિવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીની કાર પોલીસે રોકી હતી. તેની કારની પાછળ આવી રહેલા લોકોએ પોલીસને કેસ રફેદફે કરવા માટે પ્રયાસ કર્યોહ તો. જો કે નોઇડા પોલીસે લાંચ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર બાદ હૈદરી ત્યાંથી પગપાળા ટીમ સાથે નિકળી ગઇ હતી. ટ્રાફીન ઇન્સપેક્ટર ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું કે હૈદરીની કાર રેડીસન તરફ જઇ રહી હતી. જો કે સેન્ટર સ્ટેજ મોલનાં ટી પોઇન્ડ પર તેણે ખોટી રીતે વળાંક લીધો હતો.

તે લોકોએ સીધું જવાનું હતું સીધું પરંતુ ડ્રાઇવરે શોર્ટકટ લીધો હતો. મે કાર અટકાવીને ડ્રાઇવર પાસે લાયસન્સ માંગ્યું હતું. જો કે તે સમયે પાછળ આવી રહેલી ગાડીમાંથી 4-5 લોકો ઉતરીને આવ્યા હતા. તેઓએ કાર સેલેબ્રિટીની હોવાનું જણાવીને જવા દેવા માટે જણાવ્યું હતું. જો કે પોલીસે નહી માનતા 10-20 હજાર કેસ રફેદફે કરવા માટે જણાવ્યું હતું. જો કે મે તેમને 700 રૂપિયાનો મેમો આપ્યો હતો અને તેમને તે ભરવા માટે જણાવ્યું હતું.

ઇન્સપેક્ટરે કહ્યું કે કાર રોક્ટા બાદ તેમણે ડીએલએફ મોલનાં મેનેજમેન્ટને ફોન કર્યો હતો અને તેમણે પણ કાર રોકવાની ના પાડી હતી. કદાચ અદિતી ગેટ નંબર -6 પર જવા માંગતી હતી. જ્યારે વાતચીત ચાલી રહી હતી ત્યારે તે કારમાંથી નીચે ઉતરીને પોતાની ટીમ સાથે ચાલતી પકડી હતી. અમે ડ્રાઇવરનાં પેપર સીઝ કરી દીધા છે. હું નહોતો જાણતો કે તે કોઇ સેલેબ્રિટી છે.

આ અંગે આદિતીએ જણાવ્યું કે નોઇડામાં ટ્રાફીકને નેવિગેટ કરવો મુશ્કેલ છે. નોઇડા સુંદર છે. અહીં અનેક સારા મોલ છે. મને આશા છે કે ટ્રાફીક પર પણ ધ્યાન આપવામાં આવે. આ મુશ્કેલ જ નહી પરંકુ ઘણી ખરાબ છે. મને મોલ સુધી પહોંચતા સુધી ઘણી તકલીફ પડી હતી.

You might also like