શું તમને ખબર છે, આ અભિનેત્રીએ ‘પદ્માવત’માં કયો રોલ કર્યો છે, જાણો રસપ્રદ કહાની

ફિલ્મ ‘પદ્માવત’નો જેટલો વિરોધ થયો હતો, તેટલી જ આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સફળ થઈ છે. આ ફિલ્મના તમામ પાત્રો એટલે કે દિપીકા, શાહિદ અને રણવીર સિંહના અભિનયના ખૂબ વખાણ થયા છે.

આ ફિલ્મમાં દિપીકાએ રાણી પદ્માવતીનો રોલ કર્યો છે અને શાહિદે તેના પતિ રતનસિંહનો રોલ કર્યો છે. ફિલ્મમાં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજીનો રોલ કર્યો છે. રણવીર સિંહે પોતના નેગેટીવ પાત્રમાં રસ રેડ્યો છે. તેના રોલને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જો કે આ ફિલ્મમાં અન્ય લોકોએ પણ રોલ કર્યો છે, જેના વિશે તમે જાણતા નહીં હોય. અમે તમને આ ફિલ્મના કેટલાક એવા પાત્રો વિશે જણાવીશું, જેની તમને ખબર જ નહીં હોય.

આ ફિલ્મમાં અભિનેત્રી અદિતી રાવ હૈદરીનો પણ એક રોલ છે. અદિતી ફિલ્મમાં રણવીર સિંહ એટલે કે અલાઉદ્દીન ખિલજીની પત્ની મહેરુનિસાનો રોલ કરી રહી છે. મહેરુનિસા ખિલજીની બીજી પત્ની છે. જે ખિલજી સેનાના સેનાપતિ અલપ ખાનની બહેન છે.

જો કે અદિતીના પાત્ર માટે પણ ફિલ્મમાં કોઈએ આડકતરી રીતે રોલ ભજવ્યો છે. આ ફિલ્મમાં મહેરુનિસાના પાત્રમાં અદિતી યોગ્ય રહેશે તેવું જયા બચ્ચને સંજય લીલા ભણશાળીને સૂચવ્યું હતું. જયા બચ્ચને કહ્યું હતું કે, આદિતીની આંખોમાં પવિત્રતા છે અને તેના ચહેરા પર નૂર છે.

ફિલ્મમાં રજા મુરાદનો પણ એક રોલ છે. રજા મુરાદે ફિલ્મમાં જલાલુદ્દીન ફિરોજ ખિલજીનું પાત્ર ભજવ્યું છે, જેમણે ખિલજી સલ્તનતનો પાયો નાખ્યો હતો. જો કે રજા મુરાદ ફિલ્મમાં હિંદુઓ પ્રત્યે કૂણી લાગણી રાખનાર બતાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં જિમ સર્ભે પણ એક રોલ ભજવ્યો છે. જિમે ફિલ્મમાં મિસ્રથી આવેલ ગુલામનો રોલ કર્યો છે. જેના ખિલજી સાથે બાયોસેક્સ્યુઅલ સંબંધ બતાવવામાં આવ્યા છે. આ ગુલામ ખિલજીને દરેક યુદ્ધમાં સાથ પણ આપે છે.

You might also like