અંગપ્રદર્શન પોતાની ઈચ્છાથી કોઈ કરતું નથીઃ અદિતિ રાવ

સાઉથની કેટલીક ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથર્યા બાદ અદિતિ રાવ હૈદરીએ ‘દિલ્લી-૬’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. ત્યાર બાદ ‘રોકસ્ટાર’, ‘મર્ડર-૩’, ‘લંડન પેરિસ ન્યૂયોર્ક’, ‘બોસ’ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી અદિતિના ખાતામાં અત્યાર સુધી એક પણ મોટી હિટ ફિલ્મ નથી. તેમ છતાં પણ તેને લાગે છે કે બોલિવૂડમાં તેની ઓળખ બની રહી છે. અદિતિએ એક્સ્પ્લોઝર કર્યું. કિસ અને ઇન્ટિમેટ સીન પણ આપ્યા. તેમ છતાં પણ તેને સેક્સી માનવામાં આવતી નથી. તે કહે છે કે સેક્સ્યુઆલિટી મારા માટે અત્યંત પર્સનલ વસ્તુ છે. હું તેનો ઉપયોગ ફિલ્મોને હિટ કરવા માટે ન કરી શકું. કોઇને આકર્ષિત કરવાની પણ મને ઇચ્છા નથી. કોઇ પણ અભિનેત્રી અંગપ્રદર્શનનું કામ પોતાની ઇચ્છાથી કરતી નથી.

હાલમાં અદિતિ સુધીર મિશ્રાના ડિરેક્શનમાં બની રહેલી ‘ઔર દેવદાસ’માં રિચા ચઢ્ઢા અને અનુરાગ કશ્યપ સાથે મહત્ત્વના રોલમાં છે. અદિતિ આજકાલની અભિનેત્રીઓ કરતાં અત્યંત ફિટ છે.
તે અંગે વાત કરતાં તે કહે છે કે ફિટનેસ માટે હું વધુ પડતી કોશિશ કરતી નથી, કેમ કે જિમમાં જઇને હું વેઇટ ટ્રેનિંગ પણ કરતી નથી. માત્ર યોગ, ઇન્ટરવલ ટ્રેનિંગ અને ડાન્સ કરું છું. મારા મત મુજબ ફિટ રહેવાની રીત જેટલી નેચરલ હોય તેટલું વધુ સારું. અદિતિ કહે છે કે હું બોલિવૂડમાં એક વસ્તુ બદલવા ઇચ્છું છું. તે કહે છે કે હું ઇચ્છું છું કે દરેક વ્યક્તિને ફિલ્મજગતમાં બરાબરની તક મળવી જોઇએ. બહારના લોકોને પણ પોતાની જાતને સાબિત કરવાનો મોકો મળવો જોઇએ. •

You might also like