“એ દિલ હે મુશ્કિલ”ની રિલીઝમાં કોઇ જ મુશ્કેલી નહીં, નિશ્ચિત તારીખે જ રિલીઝ

મુંબઇઃ કરણ જોહરની ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”ને સેન્સર બોર્ડે લીલી ઝંડી આપી દીધી છે. મળતી માહિતી મુજબ સેન્સર બોર્ડ કોઇ પણ કટ વગર અને ફવાદના રોલની સાથે જ કોઇ પણ પ્રકારની કટ વગર ફિલ્મને U/S સર્ટિફિકેટ આપી દીધું છે. રોમાન્સ અને લવ ટ્રાયેગલ પર આધારિત આ ફિલ્મની રિલીઝને લઇને વિવિધ પ્રકારની અટકણો ચાલી રહી છે. ત્યારે ધર્મા પ્રોડક્શનના સીઆઇઓ અપૂર્વ  મહેતાએ રિલીઝ અંગે નિવેદન આપ્યું છે.

ફોક્સ સ્ટાર અને ધર્મા પ્રોડક્શન દ્વારા  પ્રોડ્યૂસ કરવામાં આવેલી ફિલ્મ એ દિલ હે મુશ્કિલ અંગે ધર્મા પ્રોડક્શને સ્પષ્ટ કરી દીધુ છે કે આ ફિલ્મ 28 ઓક્ટોબર એટલે કે દિવાળીના સમયે જ રિલીઝ થશે. જ્યારે ફોક્સ સ્ટાર સ્યૂડિયોના સીઇઓ વિજય સિંહે જણાવ્યું છે કે કરણ જોહરની આ ફિલ્મ પ્રેમને એક નવા રૂપ રંગ સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ દિવાળી આ ફિલ્મ સાથે સેલિબ્રેટ કરવું તે ઉમદા રહેશે. જ્યારે સિનેમા ઓનર્સ અને એક્ઝિબિટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયાએ આ ફિલ્મને સિગલ  સ્ક્રિન પર રિલીઝ ન થવા દેવા અંગે જણાવ્યું છે. જો આવું બન્યું તો ફિલ્મના કલેક્શનને લઇને ફિલ્મમેકર્સને ભારે નુકશાન સહન કરવું પડી શકે છે.

 

You might also like