“એ દિલ હે મુશ્કિલ”ની રિલીઝ માટે દોડતી થઇ ટીમ, CM સાથે કરી મુલાકાત, નહીં કરે પાક. એક્ટર સાથે કામ

મુંબઇઃ કરણ જોહરની ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”ની રિલીઝ અંગે આવી રહેલી મુશ્કેલીઓને લગભગ અંત આવી ગયો છે. ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર, પ્રોડ્યૂસર્સ ગિલ્ડના પ્રમુખ મુકેશ ભટ્ટ અને ફિલ્મની રિલીઝનો વિરોધ કરી રહેલા MNSના પ્રમુખ રાજ ઠાકરેની સાથે આજે સવારે સીએમ દેવેન્દ્ર ફડણવીસના નિવાસ્થાને એક મીટિંગ થઇ હતી. મીટિંગ બાદ મુકેશ ભટ્ટે કહ્યું કે ફિલ્મની રિલીઝ અંગેની અડચણો દૂર થઇ ગઇ છે. હવે પછી કોઇ પણ પાકિસ્તાની કલાકાર સાથે બોલિવુડ કામ નહી કરે. તો આ તરફ MNSએ પણ ફિલ્મને રિલીઝ થવા દેવા અંગે મંજૂરી આપી છે.

મુકેશ ભટ્ટે જણાવ્યું છે કે “એ દિલ હે મુશ્કિલ” ફિલ્મની શરૂઆતમાં ઉડી હુમલામાં શહિદોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. મુકેશ પ્રમાણે કરણ જોહરે એવું નક્કી કર્યું છે કે શ્રદ્ધાંજલિનો આ સંદેશ ફિલ્મની શરૂઆતમાં આપવામાં આવશે. ત્યાર બાદ તેમના પિતાની ફોટો રજૂ કરવામાં આવશે. આ સાથે જ ફિલ્મની કમાણીનો હિસ્સો સૈનિકોના વેલફેરમાં લગાવવામાં આવશે. આ મામલે ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ વાત કરી હતી. ગૃહમંત્રીએ પણ તેમને પૂર્ણ સમર્થન આપ્યું છે.

ઉડી હુમલા બાદ પાકિસ્તાની કલાકારોનો વિરોધ કરવામાં આવ્યો હતો. MNS શિવસેનાએ વિરોધ કર્યો હતો. કરણની આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન છે. ત્યારે ફિલ્મમાંથી ફવાદ ખાનને હટાવવા સાથે ફિલ્મ રિલીઝ ન થવા દેવાનો વિરોધ થઇ રહ્યો હતો. જોકે હવે પરિસ્થિતી ઠારે પડી ગઇ છે અને સર્વસંમત્તિએ ફિલ્મ તેની રિલીઝ ડેટે જ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

You might also like