‘આધાર’ વગર મોબાઈલ નંબર બંધ થઈ જશે

નવી દિલ્હી: ઇન્કમટેક્સ રિટર્ન અને પાનકાર્ડ માટે અરજી કરવા આધારકાર્ડ ફરજિયાત બનાવ્યા બાદ કેન્દ્ર સરકાર હવે મોબાઇલ નંબર માટે પણ આધાર ફરજિયાત કરવા જઇ રહી છે. એક બિઝનેસ ચેનલ અનુસાર ટેલિકોમ વિભાગે તમામ ટેલિકોમ ઓપરેટર્સને નોટિસ મોકલીને પોતાના મોબાઇલ ફોન સબસ્ક્રાઇબર્સના પ્રીપેઇડ અને પોસ્ટ પેઇડ, ઇ-કેવાયસી વેરિફિકેશન કરવા આદેશ કર્યો છે. ટેલિકોમ વિભાગે ૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધીમાં ઇ-કેવાયસી રિવેરિફિકેશન કરવા આદેશ આપ્યો છે.

અહેવાલ અનુસાર ટેલિકોમ કંપની તરફથી કોડ મોકલવામાં આવશે, જેને દર્શાવવા પર વેરિફિકેશન પ્રક્રિયા શરૂ થઇ જશે. વેરિફિકેશન પ્રક્રિયા માટે અલગ ફોર્મ ભરવું પડશે. આ વેરિફિકેશમાં કસ્ટમર દ્વારા જો આધાર નંબર નહીં આપવામાં આવે તો તેનો નંબર અને કનેક્શન બંધ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટે દેશના તમામ ફોન નંબરના યુઝર્સનું વેરિફિકેશન કરવા જણાવ્યું હતું. આમ, હવે ભારતના ૧.૧ અબજ ટેલિકોમ અને મોબાઇલ ગ્રાહકોનું ટૂંક સમયમાં વેરિફિકેશન શરૂ થઇ જશે.
http://sambhaavnews.com/

You might also like