‘આધાર-પે’ દ્વારા ગરીબો-નિ‌રક્ષરો પણ ઓનલાઈન પેમેન્ટ કરી શકશે

નવી દિલ્હીઃ ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન જોઈ રહેલ સરકારે હવે ગરીબો અને નિરક્ષરો માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સરળ બનાવવા ‘આધાર-પે’નો પ્રચાર અને પ્રસાર શરૂ કરી દીધો છે. ‘આધાર-પે’માં ફિંગર પ્રિન્ટ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. ‘આધાર-પે’ અગાઉ ચાલી રહેલા આધાર સાથે સંકળાયેલ પેમેન્ટ સિસ્ટમ્સ AEPSનું મર્ચન્ટ વર્ઝન છે.

પાસવર્ડ અને  પિનથી ચાલતા ઓનલાઈન અને કાર્ડ ટ્રાન્ઝેક્શનનું સ્થાન ‘આધાર-પે’ લેશે. આ એપના ઉપયોગને વધુમાં વધુ સરળ બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કોઈ પણ પેમેન્ટ માટે કસ્ટમરને પોતાનો આધાર નંબર, બેન્કનું નામ અને ફિંગર પ્રિન્ટ આપવાં પડશે. UIDAIના સીઈઓ એ. બી. પાંડેએ જણાવ્યું હતું કે ‘આધાર-પે’ તમામ એન્ડ્રોઈડ ફોન પર ચાલે છે. તેની સાથે માત્ર ફિંગર બાયોમેટ્રિક્સ ડિવાઈસ જોડવાનાં રહેશે. તેમણે જણાવ્યું હતું કે તેના દ્વારા કાર્ડ અને પિન વગર કેશલેસ પેમેન્ટ કરી શકાશે. કસ્ટમર્સ પાસે સ્માર્ટ ફોન હોવાની પણ જરૂર નથી.

‘આધાર-પે’ને દુકાનદારોમાં લોકપ્રિય કરવા માટે સરકારે બેન્ક સાથે દરેક બ્રાન્ચમાં ૩૦ થી ૪૦ વેપારીઓને લિંક કરવાનું જણાવ્યું છે કે જેનાથી કેશલેસ પેમેન્ટ કરી શકાય. હાલ પાંચ બેન્ક-આંધ્ર બેન્ક, આઈડીએફસી બેન્ક, સિન્ડિકેટ, એસબીઆઈ અને ઈન્ડસઈન્ડ બેન્ક, ‘આધાર-પે’ સાથે જોડાઈ ચૂક્યાં છે.

http://sambhaavnews.com/

You might also like