આધાર લિન્ક વગર પાન હવે ગેરકાયદે બની જશે

નવી દિલ્હી: જો તમે તમારા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)ને આધાર સાથે લિંક નહીં કરો તો ૩૧ ડિસેમ્બર બાદ તમારું પાનકાર્ડ ગેરકાયદે થઇ જશે. વાસ્તવમાં ઇન્કમટેક્સ રિટર્ન અને પાન માટે આધારને ફરજિયાત કરવાના સરકારના નિર્ણય બાદ તેને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે જરૂરી નંબર બનાવવાની દિશામાં એક વધુ પગલું ભર્યું છે.

સરકાર સમગ્ર ફાઇનાન્શિયલ સેક્ટરમાં આધાર આધારિત ‘નો યોર કસ્ટમર્સ’ (કેવાયસી)ને ઇન્ટિગ્રેટ કરવા પર વિચારણા કરી રહી છે. નાણાં મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ બાબતને સમર્થન આપતાં જણાવ્યું કે સરકાર આરબીઆઇ સહિત તમામ રેગ્યુલેટર્સ સાથે વિચાર-વિમર્શ કરી રહી છે. આધાર કેવાયસી એક ઇન્સ્ટન્ટ, ઇલેક્ટ્રોનિક અને મજબૂત પ્રમાણ ઉપલબ્ધ કરાવે છે, જેનાથી સેવા ઉદ્યોગની પ્રક્રિયા વધુ સરળ બને છે. સરકારે ફાઇનાન્સ બિલમાં એક સુધારા દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન ભરવા અને પાન માટે અરજી પર આધારકાર્ડને ફરજિયાત બનાવી દીધું છે.

જેમની પાસે પહેલાંથી જ આધારકાર્ડ છે તેમણે કોઇ પણ ફાઇનાન્શિયલ ઇન્ટરમિડિયરી (નાણાકીય મધ્યસ્થી) દ્વારા પોતાના અંગૂઠાના નિશાનને ઉપલબ્ધ કરાવવું પડશે. તેને સંબંધિત સેક્ટરની રિપોર્ટિંગ એન્ટિટીને આપવામાં આવશે, જે યુઆઇડીએઆઇ ડેટાબેઝ દ્વારા વેલિડેટ કરશે. આ ડેટાના આધારે એક યુનિક સી-કેવાયસી નંબર જનરેટ થશે. આ નંબરનો ઉપયોગ બેન્ક, વીમા સહિત તમામ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ માટે કરાશે.
http://sambhaavnews.com/

You might also like