સુપ્રીમનો ચુકાદો છતા આધાર તમામ યોજનાઓમાં ફરજીયાત : સરકાર

મુંબઇ : કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા કહ્યું કે ટેક્સપેયર્સને 31 ઓગષ્ટ સુધી પોતાનાં આધારકાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની હશે. સુપ્રીમ કોર્ટના ગુપ્તતાનાં અધિકારનાં મુદ્દે આવેલા ચુકાદાની કોઇ અસર નહી પડે. આ ઉપરાંત સરકારી સ્કીમોનો ફાયદો ઉઠાવવા માટે આધાર કોટ કરવું ફરજીયાત રહેશે. યુઆઇડીએઆઇ સીઇઓ અજય ભૂષણ પાંડેએ કહ્યું કે સરકારી સબ્સિડી, વેલફેર સ્કીમ અને અન્ય બેનિફિટ મેળવા માટે આધાર કાર્ડની જરૂરિયાત પહેલા જેવી જ ફરજીયાત રહેશે.

આધારને પાન સાથે લિંક કરવા અંગે સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની અસર અંગે પુછવામાં આવતા કહ્યું કે ઇનકમ ટેક્સ એક્ટમાં સંશોધન દ્વારા આધારને પાન સાથે લિંક કરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. એક્ટ અને કાયદા હેઠળ આધારને પાન સાથે લિંક કરવાનું ચાલુ રહેશે. તેમાં કોઇ ફેરફાર નહી થાય. પાંડેએ કહ્યું કે આધાર એક્ટ, ઇનકમ ટેક્સ એક્ટ અથવા મની લોન્ડ્રિંગ નિયમોનાં તમામ સમય સીમાનું પાલન કરવાનું રહેશે.

આ તમામ કાયદા વૈદ્ય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ડેટા પ્રોટેક્શન સેફગાર્ડ્સની સાથે આધાર એક્ટ ગુપ્તતાનાં અધિકારને મૌલિક અધિકાર જણાવવા અંગે સુપ્રીમ કોર્ટનાં નિર્ણયનાં ટેસ્ટને પાસ કરી લેશે. હાલનાં સમયમાં રાંધણગેસ પર સબ્સિડીથી માંડીને બેંક એકાઉન્ટ ખોલવા અને નવા ફોન નંબર લેવા સુધી તમામ સેવાઓનાં માટે આધાર ડિટેઇલ આપવી જરૂરી છે. પાંડેએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનાં નિર્ણયમાં આધાર એક્ટ અંગે કંઇ પણ નથી કરવામાં આવ્યું અને આધાર એક વૈદ્ય છે.

તેમાં સંસદે પાસ કર્યું છે. તેમણે કહ્યું કે આધાર એક્ટનું સેક્શન 7 કહે છે કે કેટલાક ખાસ સરકારી સબ્સિડી અથા લાભ લેવા માટે સરકાર આધાર નંબર માંગી શકે છે. આ સેક્શન આજે પણ વૈદ્ય છે. સરકારનું આધાર મુદ્દે સ્પષ્ટીકરણ આ મુદ્દે મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે પોતાનાં ઐતિહાસિક ચુકાદા અંગે કહ્યું કે ગુપ્તતા મૌલિક અધિકાર છે અને આ જીવનનાં અધિકાર અને વ્યક્તિગત્ત સ્વતંત્રતાનો હિસ્સો છે. કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનાં નિર્ણયની અસર આધાર પ્રોજેક્ટ સહિત ડેટા કલેક્શન અને ડેટા સ્ટોરેજ મુદ્દે લાગુ ગાઇડલાઇન્સ પર પડશે.

You might also like