ખાડી દેશોમાં પ્રભુત્વ જમાવવા ભારત મોકલશે યુદ્ધ જહાંજ

નવી દિલ્હી: ભારત પોતાના યુદ્ધ જહાંજનો કાફલો ફારસી ગલ્ફ (ફારસની ખાડીમાં) મોકલવા જઇ રહ્યું છે. આવું કરવા પાછળ ભારતનો ઉદ્દેશ આ ક્ષેત્રમાં રહેલા દેશો સાથે તેના રાજદ્વારી સંબંધોમાં સૈન્યનું મહત્વ જોડીને વધારે પ્રભાવ બનાવો જણીઇ રહ્યું છે. ભારતનો પ્રયત્ન સુન્ની અરબ દેશો જેવા કે સાઉદી અરબ, યૂએઇ અને કુવેતની સાથે સાથે શિયા દેશો ઇરાનની સાથે સંબંધોમાં સંતુલન બેસાડીને ચાલવાનું છે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે , રક્ષામંત્રાલયના સૂત્રોએ શનિવારે જણાવ્યું કે મિસાઇલોને નષ્ટ કરનાર INS દિલ્હી, યુદ્ધ જહાંજ INS તરકશ અને INS ત્રિખંડ, મિસાઇલ જહાંજ ING ગંગા અને ટેન્કર INS દીપકને મુંબઇ સ્થિત વેસ્ટર્ન નેવલ ફ્લીટથી 3 મે ના રોજ દુબઇ મોકલવામાં આવશે.

દુબઇમાં 3 દિવસ કાઢ્યા પછી, મોટું જહાંજ 12 મે કુવેટ પહોંચશે. ત્યારબાદ તે મનામા અને મસ્કત જશે. 27 28 મે તે મુંબઇ પાછું આવી જશે. ભારતનું એક બીજું જહાંજ ઇરાનના દક્ષિણ કિનારા સ્થિત બંદર અબ્બાસ પોર્ટ સિટીમાં રહેશે.

ફક્ત આટલું જ નહીં, રક્ષામંત્રી મનોહર પર્રિકર મે મહિનામાં ઓમાન પ્રવાસે રહેશે. આ દરમિયાન IAF સુખોઇ 30MKI ફાઇટર જેટ IL 78 એર રિફ્યૂલિંગ એરક્રાફ્ટ યૂએસથી એરબેસ્ડમાં રેડ ફ્લેગ એક્સરસાઇઝથી પરત થવાના સમયે યૂએઇમાં રહેશે. અલાસ્કામાં આ એક્સરસાઇઝ 28 એપ્રિલથી 13 મે સુધી રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની શરૂઆતમાં સાઉદી અરેબિયાનો પ્રયાસ કર્યો હતો. ગત વર્ષે દુબઇનો પ્રવાસ પણ કર્યો હતો. આ બંને દેશો પાકિસ્તાનની નજીક છે. મોદીના પ્રવાસ દરમિયાન સંતુલન સ્થાપિત કરવાના ઉદ્દેશથી વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિયા દેશ ઇરાનનો પ્રવાસ કર્યો હતો.

ઇરાન ભારત માટે ગણું મહત્વનું છે. ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પ્રોજેક્ટ દ્વારા અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયા સુધી પહોંચવા માટે મહત્વનો રસ્તો છે. ઇરાનના ચાબહાર બંદરથી ભારતને ચીનનો મુકાબલો કરવામાં મદદ મળશે. ચીન પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને વિક્સિત કરી રહ્યો છે.

You might also like