મોતી જેવા દાંત જોઇએ તો આવી રીતે બનાવો ચા

ચા દુનિયાનું સૌથી વધારે પીનારું બીજા નંબરનું પીણું છે અને દાંતોની ચમક પર પણ પ્રભાવ પાડે છે. આ બાબતે એક ડોક્ટરનું કહેવું છે કે ચામાં દુધ નાંખીને પીવાથી દાંત પર પડેલા ડાઘા સાફ થવા લાગે છે.

એક અભ્યાસ દરમિયાન વ્યક્તિઓના નિકાળેલા દાંતને દુધ વાળી ચા અને દુઘ વગરની ચામાં 24 કલાક માટે મૂકવામાં આવ્યા અને ત્યારબાદ તેનો કલર ચેક કરવામાં આવ્યો. દુધ વાળી ચામાં રાખેલા દાંતની ચમક વધી ગઇ હતી તો બીજી બાજુ દુધ વગરની ચામાં રાખેલા દાંત પર ડાઘા જોવા મળ્યા હતાં. આવા દુધમાં રહેલા ખાસ પ્રોટીનના કારણે થાય છે. જે દાંતને ડાઘાથી બચાવીને ચમકદાર બનાવાનું કામ કરે છે.

ચામાં દુધ મિક્સ કરવાના બીજા અન્ય કારણો પણ છે જેમ કે આ બ્લીચિંગથી વધારે કામ કરે છે અને આ દાંતને ચમકદાર બનાવનાર ટૂથપેસ્ટથી પણ વધારે ઘણું સારું છે.

You might also like