અડવાણીઅે RSSને બ્રહ્માકુમારી પાસેથી કાંઈક શીખવાની સલાહ અાપી

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીઅે અારઅેસએસમાં વધુ પ્રમાણમાં મહિલાઅોને સામેલ કરવાની ભલામણ કરી છે. મહિલાઅોને ટોચનાં સ્થાનો અાપવા બદલ પ્રજાપિતા બ્રહ્માકુમારીની સંસ્થાની ભરપૂર પ્રશંસા પણ કરી છે. તેમને અા પદ્ધતિને અનુસરવાનો અનુરોધ લોકોને અને અારઅેસઅેસને કર્યો છે.

અારઅેસએસ સાથે દાયકાઅોથી સંકળાયેલા લાલકૃષ્ણ અડવાણીઅે બ્રહ્માકુમારી સંસ્થાના વખાણ કરતાં જણાવ્યું કે મુખ્યત્વે મહિલાઅોના નેતૃત્વમાં ચાલતુ અાવું બીજું સંગઠન મેં જોયું નથી. અા સંગઠનની કામગીરી અદ્ભુત છે. 89 વર્ષના નેતા લાલકૃષ્ણ અડવાણીઅે પ્રજાપિતા બ્રહ્માકુમારી િવશ્વવિદ્યાલયના સ્થાપક અાધ્યાત્મિક અાગેવાન પિતાશ્રી બ્રહ્માની 48મી પુણ્યિતિથિ નિમિત્તે પ્રવચન કરતાં જણાવ્યું કે મેં જે ભલામણ કરી તે કરવી ઇઝી નથી. હું જે સંગઠનનો ઉલ્લેખ કરું છું તે અારઅેસએસ છે. અા સંગઠનમાં મુખ્યત્વે છોકરાઅોને બાળપણમાં મોકલવામાં અાવે છે.

મહિલાઅોનું પ્રતિનિધિત્વ અહીં સામાન્ય હોય છે. ઉલ્લેખનીય છે કે લાલકૃષ્ણ અડવાણીઅે સિંધ વગરનું ભારત અધૂરું હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનના સિંધ પ્રાંતના પાટનગર કરાચીના એક સિંધી પરિવારમાં મારો જન્મ થયો હતો. અે કરાચી હવે ભારતનો હિસ્સો નથી અે બાબતનું મને દુઃખ છે.  કરાચી અને ભારતનો હિસ્સો ન હોવાનો હિસ્સો અાવે છે ત્યારે ઉદાસ થઈ જાઉં છું. સિંધમાં બાળપણના દિવસોમાં અારઅેસએસમાં ઘણો સક્રિય હતો. બહુ દુઃખદાયક બાબત છે. હું માનું છું કે સિંધ વગરનું ભારત અધૂરું છે.

home

You might also like