ગિલક્રિસ્ટે ખેલાડીથી ઇમ્પ્રેસ થતાં ચેન્જ કર્યું ટ્વિટર પ્રોફાઇલ

સિડનીઃ ક્રિકેટની દુનિયામાં જ્યારે પણ ધમાકેદાર ખેલાડીઓની વાત થાય ત્યારે એમાં ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટનું નામ જરૂરથી લેવાતું હોય છે. ગિલક્રિસ્ટે એક દશકાથી પણ વધારે સમય સુધી પોતાની બેટિંગને લઇ દુનિયાની દરેક ટીમનાં ખેલાડીઓમાં પોતાનું એક અલગ જ પ્રભુત્વ જમાવ્યું છે.

પરંતુ જો ગિલક્રિસ્ટ જેવો ધુરંદર ખેલાડી કોઇ બેટ્સમેન વિશે વાત કરે તો જરૂરથી તેનામાં કંઇક ખાસ તો હશે જ. એવો જ ખેલાડી છે અફઘાનિસ્તાનનો બોલર રાશિદ ખાન. ગિલક્રિસ્ટ એનાંથી એટલા પ્રભાવિત છે કે એમણે એમની પ્રોફાઇલ પિક્ચર પણ પોતાનાં ટ્વિટર એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર બનાવી દીધી.

રવિવારે ટ્વિટ કરતા લખ્યું કે,” #NewProfilePic. ગિલક્રિસ્ટે ટ્વિટર પર પોતાની પ્રોફાઇલમાં અફઘાનિસ્તાનનાં યુવા ખેલાડી રાશિદ ખાનનો ફોટો શેર કર્યો છે. અફઘાનિસ્તાનનાં લેગ સ્પિનર રાશિદ ખાને ઓસ્ટ્રેલિયા બિગ બૈશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને એને અડિલેડ સ્ટ્રાઇકર્સને માટે રમતા “મૈન ઑફ ધ મેચ” માટે પસંદગી કરવામાં આવી.

You might also like