રાજ્યમાં બૂટલેગરો બન્યા બેફામ, અડાલજ પોલીસે 4 હજાર પેટી દારૂનો જથ્થો ઝડપ્યો

હાલમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવામળી રહ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીની આડે હવે માત્ર થોડા દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ ચૂંટણીમાં કાળુનાણું અને દારૂની હેરફેરને લઇને સતર્ક થયું છે. ત્યારે પોલીસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેના એક કન્ટેનર યાર્ડમાં પડાયેલા દરોડામાં અંદાજે 4 હજાર પેટી દારૂનો જથ્થો મળી આવતા ચોંકી ઉઠી હતી.

પોલીસના દરોડ બાદ ચૂંટણીને લઇને દારૂની હેરફેર કરતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આમ ચૂંટણી અગાઉ જ પોલીસે એકસાથે અંદાજે 4 હજાર પેટ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે 4 કાર પણ કબજે કરી હતી. આમ, ગુજરાતમાં ચૂંટણીને લઇને જ્યારે માત્ર ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You might also like