પાકિસ્તાની સિંગર સલમા આગાને મોદી સરકારે આપ્યા લાઇફ ટાઇમ વીઝા

નવી દિલ્હી: પાકિસ્તાની મૂળની બોલીવુડ સિંગર સલમા આગાને ભારતના ઓવરસીઝ સિટીજન ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડ મળી ગયું છે. ત્યારબાદ તે વિઝા વિના જ્યારે ઇચ્છે ત્યારે ભારત આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે સોમવારે તેમણે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. જો કે બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત આગા સ્વર્ગીય જુગલ કિશોર મેહરા અને અનવરી બેગમની ભાણી છે. તેમની માતા નસરીન આગા પણ એક્ટર હતી. નસરીન 1946માં એક્ટર અને સિંગર એલ સહગલના અપોઝિટ જોવા મળી હતી.

તમને જણાવી દઇએ કે ઓસીઆઇ સ્કીમનો લાભ તેમને આપી શકાય કે જેમના દાદા-દાદી કે નાના-નાની ભારતીય સંવિધાનની શરૂઆત એટલે કે 26 જાન્યુઆરી 1950 સુધી ભારતીય નાગરિક હતા કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતની નાગરિકતા લેવાની યોગ્યતા ધરાવે છે. અથવા પછી તે ભારતના તે ભાગથી સંબંધ ધરાવે છે કે 15 સપ્ટેમ્બર 1947 બાદ દેશથી અલગ થઇ ગયો.

સલમા આગાએ ફિલ્મ નિકાહથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલમા ગીત ‘દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે’ માટે તેમને 1982માં બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ પહેલાં આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાની મૂળના સિંગર અદનાન સામીને ભારતની નાગરિકતા આપવામાં આવી છે.

You might also like