બિગ બીની ફિલ્મ જોવા માટે પહોંચી રેખા, PHOTOS VIRAL

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને દિગ્ગજ એક્ટર રિષિ કપૂર સ્ટારર ફિલ્મ ‘102 નૉટ આઉટ’ની સ્ક્રીનિંગમાં સદાબહાર એક્ટ્રેસ રેખા પહોંચી હતી. આ તકે રેખા હંમેશા પોતાની ટ્રેડમાર્ક સ્ટાઈલમાં જોવા મળી હતી. સિલ્વર રંગની કાંજીવરમ સાડી, વાળમાં ગજરો અને કાળા ચશ્મા પહેરેલી રેખા ગોર્જિયસ લાગતી હતી.

રેખાની દોસ્તી અમિતાભ બચ્ચન ઉપરાંત રિષિ કપૂર સાથે પણ છે.

આ સ્ક્રિનિંગમાં ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સને પણ ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું.

અમિતાભ બચ્ચનની સાથે જોડાયેલી કોઇપણ ઇવેન્ટમાં રેખાની ઉપસ્થિતિ દરેક લોકોના ધ્યાનમાં આવી જાય છે. સામાન્ય રીતે કોઇપણ ઇવેન્ટમાં અમિતાભ બચ્ચન અને રેખા બંને હાજર હોય તો બંને જણા ખાસ વાતનું ધ્યાન રાખે છે કે તેઓ એકબીજાની સામે ન આવી જાય.

આ પહેલાં રેખા ફિલ્મફેરની એક ઇવેન્ટમાંથી ઝડપથી બહાર નીકળતી હતી તો મીડિયાના કેટલાક ફોટોગ્રાફર્સ તેનો ફોટો પાડવા માટે સામે આવી ગયા હતાં અને રેખાને રોકાવાનું કહ્યું હતું. થોડો સમય રોકાયા પછી રેખા એવું કહીને ઝડપથી ભાગી કે તેઓ આવી રહ્યાં છે. જ્યારે ફોટોગ્રાફર્સે પૂછ્યું કે, ”કોણ આવી રહ્યું છે”, ત્યારે રેખા આગળ નીકળી ગઈ હતી અને પાછળ બિગ બી આવી રહ્યાં હતાં.

અમિતાભ બચ્ચન અને રિષિ કપૂરની ફિલ્મ ‘102 નૉટ આઉટ’ની સ્ક્રીનિંગમાં રેખા સિવાય નીતૂ સિંહ, ડેવિડ ધવન, પ્રેમ ચોપડા સહિત બચ્ચન અને કપૂર ફેમિલીના કેટલાક ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.

ઉમેશ શુક્લા ડિરેક્ટરેડ ફિલ્મ‘102 નોટ આઉટ’માં બાપ-દીકરા વચ્ચેની સ્ટોરી બતાવવામાં આવી છે. જે સાથે સાથે એકબીજાના સુખ-દુઃખમાં ભાગીદાર થતાં જિંદગીનો આનંદ માણે છે. આ ફિલ્મ 4 મે,2018ના રોજ દેશભરના થિયેટર્સમાં રિલીઝ થશે.

You might also like