ક્રિકેટર કે. એલ. રાહુલને ડેટ કરવાની ચર્ચા પર અભિનેત્રીએ કહ્યું કંઈક આવું…

તાજેતરમાં, ક્રિકેટર કે. એલ. રાહુલ અને બૉલીવુડ અભિનેત્રી નિધિ અગરવાલ એક રેસ્ટોરન્ટમાં એકસાથે જોવા મળ્યા હતા. ત્યાર પછીથી, બંને ડેટ કરી રહ્યા છે તેવા સમાચાર આવવા લાગ્યા છે. અભિનેત્રી હવે આ ક્રિકેટરને ડેટ કરી રહ્યા છે એવા અહેવાલો શાંત થતા નથી.

ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, હું અને કે. એલ. રાહુલ લાંબા સમયથી એકબીજાને ઓળખે છે જ્યારથી તે અભિનેત્રી ન હતી અને રાહુલ કોઈ ક્રિકેટર ન હતો. ભલે અમે બેંગ્લોરમાં એક જ કોલેજમાં ન ભણ્યા હોય પરંતુ અમે ભૂતકાળથી સંપર્કમાં છીએ. ”

તમને જણાવી દઈએ કે રાહુલ જેણે IPLમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, તે મુંબઈમાં અભિનેત્રી અને મોડેલ નિધી અગ્રવાલ સાથે જોવા મળ્યો હતો. આ બંને રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા.

બોલીવુડમાં મુન્ના માઈકલ સાથે ટાઇગર શ્રોફની સાથે નિધિએ તેની પહેલી બોલીવુડ ફિલ્મ કરી હતી. આ ફિલ્મ ગત વર્ષે રિલિઝ થઈ હતી.

નિધિ અગ્રવાલે હિન્દી અને તેલુગુ ફિલ્મમાં પણ કામ કર્યું છે.

નિધિએ ટોયલેટ: એ પ્રેમ કથાના ડિરેક્ટર શ્રીરનયણ સિંહ સાથે બીજી ફિલ્મ સાઈન કરી છે.

You might also like