આ બોલ્ડ એક્ટ્રેસે કર્યો ખુલાસો, ‘ડિરેક્ટરે મને નાઇટીમાં જોવાની ડિમાન્ડ કરી હતી’

બોલિવુડના સેલિબ્રિટીઝ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થનારા કાસ્ટિંગ કાઉચ પર સતત પોતાના રિએક્શન આપી રહ્યા છે, ત્યારે હવે ઘણી ફિલ્મોમાં બોલ્ડ કેરેક્ટર પ્લે કરી ચૂકેલી એક્ટ્રેસ માહી ગિલે જણાવ્યું કે તે કાસ્ટિંગ કાઉચનો શિકાર થઈ છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાની આપવીતી જણાવતા ડિરેક્ટર્સની વિચિત્ર માગણીનો ખુલાસો કર્યો.

માહીએ જણાવ્યું કે, ”મારી સાથે ઘણીવાર કાસ્ટિંગ કાઉચ થયું છે. મને ડિરેક્ટર્સનું નામ પણ યાદ નથી. એકવાર મારે એક ડિરેક્ટરે સલવાર સૂટમાં મળવાનું હતું પરંતુ તેણે મને કહ્યું કે જો તુ સૂટ પહેરીને આવીશ તો તને કોઈ કાસ્ટ નહીં કરે.”

આ બાદ હું બીજા ડિરેક્ટરને મળવા ગઈ તો તેણે મને કહ્યું કે, ”હું તને નાઈટીમાં જોવા ઈચ્છું છે કે તું કેવી લાગે છે.” માહી કહે છે કે, ”હું આ ડિરેક્ટર્સની વાતો પર વિશ્વાસ કરવા લાગી હતી. હું મુંબઈમાં નવી હતી આથી મને ખબર નહોતી પડતી કોણ સાચું છે કોણ ખોટું છે. જ્યારે લોકોને ખબર હોય કે તમે ઈન્ડસ્ટ્રીમાં નવા છો તો તમારે તેમને સાંભળવા પડે છે.”

માહીએ આગળ જણાવ્યું કે, ”હું કાસ્ટિંગ કાઉચથી બચવા માટે અલગ-અલગ રીતો અપનાવીને ત્યાંથી ભાગી જતી હતી. એક સમય એવો પણ આવ્યો જ્યારે મેં લોકોને ઓફિસમાં મળવાનું બંધ કરી દીધું. હું મારા મિત્રોને સાથે લઈ જવા લાગી જેથી લોકો ચાલાકી ન કરે.”

ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે હોલિવૂડ પ્રોડ્યુસર હાર્વી વાઈન્સ્ટીન વિરુદ્ધ કાસ્ટિંગ કાઉચ અને જાતીય સતામણીના આરોપ લાગ્યા ત્યારે આ મામલો બોલિવૂડ સુધી પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર યૌન શોષણ વિરુદ્ધ #MeToo કેમ્પેઈન ચાલ્યું જેના પર બોલિવૂડની ઘણી એક્ટ્રેસિસે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

You might also like