અભિનેત્રી કાજોલ પોતાને કેમ ઇનસિકયોર માતા ગણાવી રહી છે..જાણો

બોલિવૂડ અભિનેત્રી કાજોલ ફિલ્મોની પસંદગીની સાથે-સાથે બાળકોના ઉછેરમાં પણ એટલું જ ધ્યાન આપે છે. એક બેસ્ટ અભિનેત્રી હોવાની સાથે-સાથે તે એક માતા પણ છે. હવે તેની પુત્રી ન્યાસા ટીનએજમાં પ્રવેશી ચૂકી છે. તે કહે છે કે ખરેખર બાળકોનો ઉછેર કરવો એ એક પડકાર છે. સૌથી જરૂરી વસ્તુ હોય છે ખુદને બેલેન્સ રાખવા.

બાળકોને લઇને પેનિક હોવાથી કોઇ ફાયદો થતો નથી. ઘણી વાર ટીનેજર બાળકો મૂડ સ્વિંગનાે શિકાર થઇ જાય છે. બાળકોનાં દરેક એક્શન-મૂડ કે કામની જવાબદારી આપણે જાતે લઇ શકતાં નથી. જો આપણે તેમની દરેક વાત માટે ખુદને જવાબદાર ઠેરવીશું તો પાગલ થઇ જઇશું.

કાજોલ પેરેન્ટિંગ અંગે વાત કરતાં વધુમાં કહે છે કે માતા-પિતા હોવાના નાતે આપણે એ અહેસાસ બાળકોને કરાવવો પડશે કે આપણે તેમના માટે એટલાં જરૂરી પણ નથી અને તેમના માટે કોઇ ભગવાન પણ નથી. બીજી માતાઓની જેમ હું પણ ખૂબ જ ઇનસિક્યોર માતા છું. મારા મનમાં પણ ન્યાસાને લઇ જાતજાતના ખ્યાલ આવે છે, પરંતુ રોજ રાત્રે હું મારી પુત્રીને હગ કરીને ગુડ નાઇટ કહું છું.

સૌથી વધુ જરૂરી એ હોય છે કે તમારાં બાળકોને એ વાતનો અહેસાસ અપાવો કે તમે તેમને નિઃસ્વાર્થ પ્રેમ કરો છો અને દરેક સંજોગોમાં તેમને સાથ આપશો. તમે તમારાં બાળકોને કંઇક સારું ત્યારે જ શીખવી શકશો જ્યારે તેમની સાથે આદર્શ રીતે વર્તશો. •

You might also like