કેમિસ્ટ્રીને જોઈને ફિલ્મ સાઈન ન કરાયઃ દીપિકા

મોડલિંગથી કરિયર શરૂ કરીને બોલિવૂડના ટોચ પર પહોંચનાર અભિનેત્રી દીપિકા પદુકોણે તે અગાઉ સાઉથમાં પહેલી કન્નડ ફિલ્મ ‘‌ઐશ્વર્ય’ કરી હતી. તેણે હિન્દી ફિલ્મોમાં ‘‌ઓમ્ શાંતિ ઓમ્’ના માધ્યમથી જબરદસ્ત એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે પાછું વળીને જોયું નથી. ગયા વર્ષે ફિલ્મ ‘‌બાજીરાવ મસ્તાની’માં તેના અભિનયની પ્રશંસા થઈ. અાજે તેને ઈન્ડસ્ટ્રીની ચર્ચિત સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી માનવામાં અાવે છે. હાલમાં તે પોતાની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘‌િટ્રપલ એક્સઃ ધ રિટર્ન ઓફ જેન્ડર કેજ’માં વ્યસ્ત છે.

હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવાના અનુભવ અંગે વાત કરતાં તે કહે છે કે અા મારી પહેલી અાંતરરાષ્ટ્રીય ફિલ્મ છે, તેથી હું ખૂબ જ ઉત્સાહિત છું. અા એક એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં વિન ડીઝલ લીડ રોલમાં છે. કલાકારોની વચ્ચે પરદા પર અને પરદાની પાછળની કે‌િમસ્ટ્રી અંગે હંમેશાં વાતો થતી રહે છે. શું દીપિકા અા અંગે વિચારે છે, અા વિશે જણાવતાં તે કહે છે કે મારા ખ્યાલથી તમારું સૌથી મોટું પતન ક્યારે થાય છે, જ્યારે તમે એમ વિચારીને કોઈ વ્યક્તિ સાથે ફિલ્મ સાઈન કરો છો કે ચાલો, કંઈક કે‌િમસ્ટ્રી ઊભી કરીએ. અા તો કંઈક એવું થયું કે તમે કહો ચાલો, એક હિટ ફિલ્મ બનાવીએ. અાવું વિચારવું ખરેખર બેવકૂફી કહેવાય. કે‌િમસ્ટ્રી સારી હોય કે ખોટી તેનો ફેંસલો દર્શકો ફિલ્મ જોયા બાદ કરે છે. કલાકાર તરીકે અમે માત્ર એટલું કરી શકીએ કે કોઈ પણ ફિલ્મ એટલે સાઈન કરવી જ્યારે તેના માટે એક ઝનૂન અનુભવાય. •

You might also like