અભિનેત્રીઓના ક્રિકેટર્સ સાથેના અફેર્સ લગ્નમાં ન પરિણમ્યા

અનુષ્કા શર્મા ક્રિકેટર વિરાટ કોહલી સાથેની લવ લાઇફને લઇ હંમેશાં ચર્ચામાં રહે છે. ર૦૧૩માં એક શેમ્પૂની એડ્થી નજીક આવેલું આ કપલ ઘણીવાર એકબીજાની સાથે જોવા મળે છે, જોકે વચ્ચે બંનેના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા, પરંતુ પછી ફરી તેઓ એકસાથે જોવા મળ્યાં. અનુષ્કા-વિરાટ ભલે સાથે હોય, પરંતુ બોલિવૂડમાં પહેલાં પણ ઘણી એવી અભિનેત્રીઓ રહી, જેમને ક્રિકેટર્સ સાથે લાંબા સમય સુધી અફેર રહ્યા પછી તેઓ અલગ થઇ ગયાં.

દીપિકા પદુકોણ-યુવરાજસિંહ
બોલિવૂડ કરિયરના શરૂઆતના દિવસોમાં દીપિકા પદુકોણનું નામ ક્રિકેટર યુવરાજસિંહ સાથે જોડાઇ ચૂક્યું છે. મીડિયામાં દીપિકા-યુવરાજના ડેટિંગના સમાચાર આવ્યા તો બીજી તરફ બંને કેટલીયે વાર સાથે પણ જોવા મળ્યાં, જોકે કોઇક કારણસર સમય જતાં આ કપલ અલગ થઇ ગયું. થોડા સમય બાદ દી‌િપકા અને રણબીર કપૂરનું અફેર શરૂ થયું. આગળ જતાં આ બંનેનું પણ બ્રેકઅપ થયું. હવે દી‌િપકા રણવીરસિંહ સાથે વારંવાર જોવા મળે છે.

shashtri-amritaઅમૃતા સિંહ-રવિ શાસ્ત્રી
સૈફઅલી ખાનની એક્સ વાઇફ અને બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહનું ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ ગણાતા રવિ શાસ્ત્રી સાથે લાંબા સુધી લવ અફેર રહ્યું. ૮૦ના દાયકામાં જ્યારે બંને પોતાની કારકિર્દીમાં ટોચ પર હતાં ત્યારે તેમની લવસ્ટોરી પણ ચર્ચાના ચગડોળે ચડી હતી. રવિ શાસ્ત્રીને જોવા અમૃતા હંમેશાં સ્ટેડિયમમાં હાજર રહેતી હતી. તેમણે ખૂલીને ક્યારેય પોતાના સંબંધો સ્વીકાર્યા ન હતા, જોકે બહુ જલદી તેમનું બ્રેકઅપ પણ થઇ ગયું. બ્રેકઅપ બાદ રવિએ ૧૯૯૦માં ઋતુ સિંહ સાથે અને ૧૯૯૧માં અમૃતાએ સૈફઅલી ખાન સાથે લગ્ન કરી લીધાં.

કિમ શર્મા-યુવરાજસિંહ
યુવરાજસિંહનું નામ હેઝલ પહેલાં ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ર૦૦ર-૦૩ની આસપાસ યુવરાજ અને અભિનેત્રી કિમ શર્માના અફેરની ચર્ચા મીડિયામાં ખૂબ ચાલી. કેટલાક પર્સનલ કારણસર આ બંને એકબીજાની સાથે વધુ સમય ન રહી શક્યાં અને ર૦૦૭માં અલગ થઇ ગયાં. વર્ષ ર૦૧૦માં ‌િકમે અલી પંજાણી સાથે લગ્ન કરી લીધાં.

zaheer-esha.jpgઇશા શેરવાની-ઝહીર ખાન
ઇશા શેરવાની અને ઇન્ડિયન ક્રિકેટ ટીમના બોલર ઝહીર ખાનના સંબંધો પણ ચર્ચામાં રહ્યા. આ બંને ઘણીવાર એકસાથે ક્લિક  થયાં. અચાનક કોઇક કારણસર બંનેનું બ્રેકઅપ થઇ ગયું. લગભગ આઠ વર્ષ ચાલેલા આ રિલેશન તૂટવાના કારણ વિશે કોઇએ કંઇ જ ન કહ્યું. ર૦૦પમાં ‘કિસના‘ ફિલ્મથી ડેબ્યૂ કરનાર ઇશા છેલ્લે ર૦૧પમાં ‘ડબલ બેરલ’ ફિલ્મમાં જોવા મળી હતી.

ganguli-nagmaનગમા-સૌરવ ગાંગુલી
બોલિવૂડ અભિનેત્રી નગમા અને બંગાળ ટાઇગરના નામથી જાણીતાે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન સૌરવ ગાંગુલી ઘણા સમય સુધી રિલેશનમાં રહ્યાં. બંનેએ કોલકાતાના એક એવા મંદિરમાં પૂજા કરી હતી, જ્યાં માત્ર કપલ જ પૂજા કરી શકે છે. ત્યારબાદ એવી વાત પણ બહાર આવી કે બંનેએ લગ્ન કરી લીધાં છે. નગમાએ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં પોતાના સંબંધ સ્વીકાર્યા હતા, પરંતુ ગાંગુલીએ ક્યારેય જાહેરમાં પોતાના સંબંધનો સ્વીકાર ન કર્યો. બાદમાં પોતાની મેરિડ લાઇફને ખતરામાં જોઇ ગાંગુલી આ સંબંધમાંથી હટી ગયો.

sobars-anjuઅંજુ મહેન્દ્રુ-સર ગેરી સોબર્સ
વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ગેરી સોબર્સ ૧૯૬૬-૬૭માં ભારતની ટૂર પર આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત અંજુ મહેન્દ્રુ સાથે થઇ. બંને તેમના સંબંધોને લઇને ગંભીર હતાં અને વાત સગાઇ સુધી પહોંચી ગઇ હતી. ત્યારબાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. સોબર્સે પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ પ્રેમ અંગે જણાવતાં લખ્યું હતું કે અંજુનાં માતાપિતા આ સંબંધ માટે રાજી ન હતાં. તેમને ગેરી અશ્વેત હતો તેનો વાંધો હતાે. આ કારણે આ સંબંધ ટકી ન શક્યો. એક ટીવી શોમાં અંજુએ કહ્યું હતું કે દુર્ભાગ્યવશ સોબર્સને મારી સાથે પ્રેમ થઇ ગયો હતો, પરંતુ મને નહિ.

richards-nina.jpgનીના ગુપ્તા-વિવિયન રિચર્ડ્સ
નીના ગુપ્તા અને વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ્સનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું. નીનાનાં પરિવારજનો આ સંબંધ માટે તૈયાર ન હતાં. બંને ઘણો સમય લિવ-ઇનમાં રહ્યાં. આ દરમિયાન નીના પ્રેગ્નન્ટ પણ થઇ, પરંતુ વિવિયન તેને અપનાવવાની હિંમત ન દાખવી શક્યો, છતાં નીના હિંમત ન હારી અને પુત્રી મસાબાને જન્મ આપ્યો.

You might also like