કૉમેડિયન રાજપાલ યાદવને જેલની સજા બાદ તરત જામીન

બોલિવુડના જાણીતા એક્ટર અને કૉમેડિયન રાજપાલ યાદવને દિલ્હીની કડકડડૂમા કોર્ટે 6 મહિનાની સજા સંભળાવવામાં આવી હતી. 5 કરોડ રૂપિયાની છેતરપિંડીના આ મામલામાં કોર્ટે સજા સંભળાવ્યા પછી તેણે તરત જ જામીન પણ મળી ગયા. રાજપાલના વિરુદ્ઘમાં 7 કેસ દાખલ છે, જેમાં દર કેસ માટે તેના પર 1.60 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

જાણકારી અનુસાર, આ મામલો વર્ષ 2010 છે, રાજપાલ યાદવ પર 5 કરોડ રૂપિયાના લોન ન ચૂકાવવાનો આરોપ હતો. દિલ્હીના લક્ષ્મી નગર સ્થિત કંપની મુરલી પ્રોજેક્ટ્સ લિમિટેડે રાજપાલ યાદવ, તેની પત્ની અને તેમની કંપની વિરુદ્ઘ ચેક બાઉન્સથી જોડાયેલા સાત અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જે પછી કોર્ટે તેમને સમન મોકલ્યો હતો.

આ કેસમાં ન્યાયાધિશ એસ. મુરલીધરે આ કેસની તમામ ઘટનાઓને ‘આઘાતજનક’ ગણાવી હતી. તેઓએ કહ્યું હતું કે,”અગાઉ પણ અદાલતની અવમાનના બદલ દોષિત ઠરેલા રાજપાલ યાદવ અને તેમની પત્નીએ સજાનાં પ્રમાણ અંગે તેમનો પક્ષ રજૂ કરવા કોર્ટમાં હાજરી આપવાનું ટાળ્યું હતું.

તમને જણાવી દઇએ કે, રાજપાલ યાદવ અતા પતા લાપતા બનાવી હતી ,જે વર્ષ 2012માં રિલીઝ થઇ હતી. આ માટે તેમણે દિલ્હીના બિઝનસમેન 5 કરોડ રૂપિયા લીધા હતા. ફિલ્મ રિલીઝ થયા પછી ખોટ થઇ હતી અને બિઝનેસમેન રૂપિયા પરત કર્યા હતા. જે પછી બિઝનેસમેને રાજપાલ યાદવ, તેમની પત્ની અને તેમની કંપની વિરુદ્ઘ કેસ દાખલ કરાવ્યો હતો. ગત શુક્રવારે કડકકૂમા કોર્ટે રાજપાલ યાદવ, તેમની પત્ની અને કંપનીએ આ મામલામાં દોષિત ગણાવ્યા હતા. કોર્ટે આજે રાજપાલને 6 મહિનાની જેલની સંભળાવી હતી અને તેમની પત્ની રાધા પર પણ 10 લાખ રૂપિયા પ્રતિ કેસ દંડ લગાવ્યો છે.

You might also like