સલમાન બાદ ઓમપુરીનો આ બફાટ શહીદોની શહાદત પર કેટલો યોગ્ય!

મુંબઇઃ સ્ક્રિપ્ટ આધારીત બોલવા ટેવાયેલા બોલિવુડના એક્ટ્રેસ અંગત જીવનમાં ક્યારે શું અને કેવું બોલવું જોઇએ તેનું ભાનભૂલિ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સલમાન ખાન બાદ હવે ઓમપૂરીએ પણ કાંઇક એવું નિવેદન આપ્યું છે જેણે શહિદોની શહાદતને શર્મશાર કરી દીધી છે. ઓમપુરીએ કહ્યું છે કે કોણે કહ્યું હતું જવાનોને કે તેઓ સેનામાં જોડાય અને બંદૂક ઉઠાવે.

એક ટીવી ચેનલના ટીબેટ શોમાં ઓમપુરીએ આ વિવાદિત નિવેદન આપ્યું છે. સૈનિકોની શહાદત પર ઓમપુરીએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે શું દેશના 15-20 લોકો પણ એવા છે કે જેને બોમ્બ બાંધીને પાકિસ્તાન મોકલી શકીએ?  કોણ જબરજસ્તી લોકોને સેનામાં મોકલે છે. કોણે તેમને કહ્યું કે તેઓ સેનામાં જાય. ઓમપુરી આટલેથી જ અટક્યા ન હતા. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને ઇઝરાયલ અને ફિલિસ્તીન ન બનાવો.

ઓમપુરીના હિસાબે કેટલાક લોકો મુસ્લિમોને ભડકાવાનું કામ કરે છે. દેશમાં કરોડો મુસ્લિમો રહે છે તેને ભડકાવો નહીં.  ઓમપુરીએ સરકાર પર પણ પ્રહારો કર્યા છે અને કહ્યું છે કે સવાલ ઉઠાવનાર સરકાર પર કેમ કોઇ સવાલ નથી ઉઠાવતું. તેમને કેમ કોઇ કહેતું નથી કે કેવી રીતે આ કલાકારોને તેઓ વીઝા આપે છે. કલાકારની કોઇ ઓકાત નથી હોતી અને તેને સવાલ પૂછવામાં આવે છે. ઓમપુરીના આ રીતના નિવેદનોથી સોશિયલ મીડિયામાં દ્વારા ખૂબ જ નિંદા કરવામાં આવી છે. બોલિવુડમાં કેટલાક કલાકારો પાક. કલાકારોના સમર્થનમાં છે તો કેટલાક બિલકુલ નથી.

You might also like