વિભિષણની વસમી વિદાય, મૃત્યુ પર સસ્પેન્સ

મુંબઇઃ ગુજરાતી રંગમંચ સાથે જોડાયેલા અને ફિલ્મી એક્ટર મુકેશ રાલવનો ઘડથી માથુ અલગ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.  પોલીસનું માનીએ તો તેમણે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે પરિવાર આ બાબતનો ઇનાકર કરી રહ્યાં છે.  મૂડ ઇડરના અને રંગમંચની દુનિયામાં મહત્વનું યોગદાન આપનાર મુકેશ રાવલ રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં વિભિષણના પાત્રથી ઘર ઘરમાં જાણીતા થયા હતા. પરિવાર તરફથી મળતી માહિતી મુજબ તેઓ 15મી નવેમ્બરે સવારે ઘરેથી બેંકમાંથી પૈસા ઉપાડી અને ત્યાંથી ડબીગ કરવા જવાનું કહીને નિકળ્યા હતા. પરંતુ 24 કલાક થવા છતાં ઘરે પરત ન ફરતા પરિવારજનોએ આ અંગે પોલીસમાં જાણ કરી હતી. પોલીસે તેમના ફોટોને આધારે તેમની લાશને ઘડથી માથુ થયેલી હાલતમાં કાંદીવલી રેલવે ટ્રેક પરથી પ્રાપ્ત કરી હતી.

પોલીસ મુકેશભાઇએ આત્મહત્યા કરી હોવાનું જણાવી રહ્યાં છે. જો કે આ મામલે તપાસ ચાલી રહી છે. જ્યારે પરિવારજનો તેઓ આત્મહત્યા ન કરી શકે તેમ જણાવી રહ્યાં છે. હાલ તો પોલીસે તેમની દીકરીનું નિવેદન લીધું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2001માં તેમના પુત્ર  માટુંગા-માહિમ  રેલવે ટ્રેક પરથી લાશ મળી આવી હતી. ગઇકાલે રાત્રે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. રંગમંચના એક સારા કલાકરની આ રીતની અચાનક વિદાયથી સમગ્ર રંગમંચમાં ઘેરાશોકની લાગણી છે.

visit: sambhaavnews.com

You might also like