માધવનના દિકરાએ ભારતનું નામ કર્યુ રોશન, સ્વિંમિંગમાં જીત્યો મેડલ

બોલિવુડ એક્ટર આર.માધવનના 12 વર્ષના દિકરા વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. એક્ટરે સોમવારે પોતાની આ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યો હતો.

આર.માધવનના દિકરા વેદાંતે થાઇલેન્ડ એજ ગ્રુપ સ્વમિંગ ચેમ્પિયનશિપ 2018માં 1500 મીટર ફ્રીસ્ટાઇલમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યુ છે.

 

 

એક પ્રાઉડ ફાધરની જેમ આર.માધવને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યકત કરતા લખ્યુ કે, ”આ મારી પત્ની સરિતા અને મારા માટે ગર્વનો સમય છે, વેદાંતે થાઇલેન્ડમાં રમાયેલી ઇન્ટરનેશનલ સ્વિમ મીટમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો છે, તમામ લોકોના આશીર્વાદ માટે આભાર.” આર.માધવને વેદાંતની ફોટો શૅર કરી, જેમાં તેના હાથમાં ચેમ્પિયનશિપ જીત્યા બાદનો સર્ટિફિકેટ અને મેડલ છે.

 

ઉલ્લેખનીય છે કે, આર. માધવન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શાનદાર એક્ટર્સમાંથી એક છે. ‘3 ઇડિયટ્સ’માં તેની કમાલ એક્ટિંગને કારણે આજે પણ તે ઓડિયન્સના દિલમાં રાજ કરે છે. બોલિવુડની ફિલ્મોની સાથે સાથે આર.માધવને સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

હાલમાં આર.માધવન પોતાની વેબ સીરિઝ બ્રીથના કારણે ચર્ચામાં છે, આ સિવાય આર.માધવન રોહિત શેટ્ટીની અપકમિંગ ફિલ્મ ‘સિમ્બા’માં પણ જોવા મળશે.

You might also like