સ્ટ્રગલિંગ અભિનેત્રી કૃતિકા ચૌધરીનો મૃતદેહ ફલેટમાંથી મળ્યો

મુંબઇ : સ્ટ્રગલિંગ અભિનેત્રી કૃતિકા ચૌધરીનું ત્રણ-ચાર દિવસ અગાઉ તેના ફલેટમાં કેટલાક અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. તેનો ફલેટ બહારથી બંધ હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને તપાસ કરી રહી છે. કૃતિકાનો એપાર્ટમેન્ટ મુંબઇના અંધેરી વેસ્ટ વિસ્તારમાં આવ્યો છે. તેનો મૃતદેહ છેલ્લા ચાર-પાંચ દિવસથી પડ્યો રહ્યો હોવાથી સડી ગયો છે. તેના રૂમમાં એરકન્ડીશન ચાલું હતું. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા કર્યા બાદ એસી ચાલુ રાખ્યુ હતુ જેનાથી બોડીની દૂર્ગન્ધ બહાર ના આવે. આ હત્યા ત્રણ-ચાર દિવસ અગાઉ કરી હોય તેમ લાગે છે. ઉલ્લેખનીય છે કે કૃતિકા ચૌધરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ટ્રગલિંગ કરી રહી હતી.
http://sambhaavnews.com/

You might also like