આ છે બોલિવૂડના એક્ટર-ડિરેક્ટરની સુપરહિટ જોડી,અજય-રોહિતે ધમાલ મચાવી

બોલિવૂડમાં માત્ર હીરો-હીરોઇનની નહીં, પરંતુ એક્ટર-ડિરેક્ટરની જોડીઓ પણ બનતી હોય છે. ઘણા એક્ટર-ડિરેક્ટર્સની જોડી અહીં ફેમસ છે અને તેમની ફિલ્મો ખરેખર સુપર્બ હોય છે. આવી જ કેટલીક જોડીઓ વિશે જાણીએ

અજય દેવગણ-રોહિત શેટ્ટી
આ એક્ટર-ડિરેક્ટરની જોડીએ અત્યાર સુધીની સૌથી વધુ ફિલ્મો એકસાથે કરી છે. તેમણે મળીને ડઝન જેટલી ફિલ્મો બનાવી છે અને બધી જ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ‘ગોલમાલ’ ફ્રેન્ચાઇઝીની તમામ ફિલ્મો ઉપરાંત તેમણે ‘સિંઘમ’, ‘બોલ બચ્ચન’ અને ‘ઓલ ધ બેસ્ટ’ જેવી બેસ્ટ એક્શન કોમેડી ફિલ્મો આપી છે.

સલમાન ખાન-અલી અબ્બાસ જફર
‘સુલતાન’ અને ‘ટાઇગર જિંદા હૈ’ જેવી લાજવાબ ફિલ્મ આપનારી આ નવી એક્ટર-ડિરેક્ટરની જોડી પોતાના શાનદાર બોન્ડ અને ફિલ્મોને લઇને ફેમસ છે. અલી સલમાનને પોતાનો ભાઇ માને છે. દરેક ફિલ્મમાં તેમની કે‌િમસ્ટ્રી અને એક્શન સિક્વન્સ જોવા મળે છે. જબરદસ્ત એક્શન, ડિરેકશન, લોકેશન્સ અને એક્ટિંગના કારણે સલમાન અને અલીની ફિલ્મો હિટ પણ રહી અને લોકોને આ જોડી પસંદ પણ આવી છે.

અક્ષય કુમાર- નીરજ પાંડે
થ્રિલરની સાથે દેશભક્તિની ફિલ્મો આપનાર એક્ટર-ડિરેક્ટરની જોડીએ દર્શકોને ક્યારેય નિરાશ કર્યા નથી. નીરજ પાંડેના નિર્દેશનમાં અક્ષયે ઘણી બેસ્ટ ફિલ્મો આપી છે. આ જોડીની ફિલ્મો પણ ક્રિટિક્સે વખાણી છે. ‘સ્પેશિયલ-ર૬’ અને ‘બેબી’ આ જોડીની દર્શકોની પસંદગીની ફિલ્મોમાંની એક છે.

આમિર ખાન-રાજકુમાર હિરાની
જ્યારે બે પરફેક્ટનિસ્ટ મળી જાય તો શું વાત છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના બે પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને રાજકુમાર હિરાનીએ ‘૩ ઇડિયટ્સ’ અને ‌‘‌PK’ જેવી બેસ્ટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મો માત્ર દર્શકો જ નહીં, ક્રિટિક્સ પણ વખાણે છે. સોશિયલ મેસેજની સાથે હ્યુમરનું કોમ્બિનેશન કોઇ આ જોડી પાસેથી શીખે.

You might also like