અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

મુંબઇ: બોલીવુડના મહાન કલાકાર અને ટ્રેજડી કિંગથી જાણીતા અભિનેતા દિલીપ કુમાર ની હાલાત ફરી એક વખત ખરાબ થઇ ગઇ છે, તેમણે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નંગળવારે બપોરે દાખલ કરવામાં આવ્યા હતાં.

તમને જણાવી દઇએ કે મંગળવાર સવારથી દિલીપ કુમારના જમણાં પગ પર દુખાવો અને સોજો હતો. પરંતુ જ્યારે તેમણે આરામ મળ્યો નહીં તો તેમણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.

લીલાવતીમાં ડોક્ટોરોની એક આખી ટીમ અભિનેતાની દેખરેખ રાખી રહી છે, તેમની પત્ની સાયરાબાનો પણ તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. દિલીપ કુમારની શરદી અને ખાંસી પણ થઇ ગઇ છે.

તમને જણાવી દઇએ કે 11 ડિસેમ્બરે દિલીપ કુમાર પોતાનો 94મો જન્મ દિવસ ઊજવશે.

You might also like