જાણીતા કોમેડી એક્ટર રઝાક ખાનનું હાર્ટએટેક આવવાથી થયું નિધન

મુંબઇ: કોમેડી કલાકાર રઝાક ખાન હવે આ દુનિયામાં રહ્યા નથી. ગોલ્ડન ભાઇના નામથી જાણીતા રઝાકને મંગળવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમની દોસ્ત એક્ટર શાહજાદ ખાનએ સોશિયલ મિડીયા પર એક ફોટો શેર કરતાં કહ્યું હતું કે, ””कार्डियक अरेस्ट के चलते मैंने अपने बड़े रज्जाक भाई को खो दिया है। उनके लिए प्रार्थना करें।” તમને જણાવી દઇએ રે રઝાકએ સલમાન, ગોવિંદા અને શાહરૂખ ખાન સાથે ઘણી કોમેડી ફિલ્મ કરી છે. છેલ્લી વખત તેમને ‘કોમેડી નાઇટ્સ વીથ કપિલ’માં જોવા મળ્યા હતાં. બ્રાંદ્રાની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતાં.

મંગળવારે બપોરે આશરે 12.30 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેઓ હોસ્પિટલમાં હતાં. તેમનો પુત્ર હજુ ક્રોએશિયામાં છે. તેના આવવાની રાહ જોવામાં આવી રહી છે. ત્યારબાદ જ ગુરુવારે સાંજે 4 વાગ્યે રજ્જાકને નારિયલવાડી કબ્રસ્તાનમાં દફન કરવામાં આવશે.

નોંધનીય છે કે રઝાકનું નામ બોલીવુડના ફેમસ કોમેડિયન્સમાં ગણાતું હતું. તેમને શાહરૂખ ખાન સાથે બાહશાહ, સલમાન ખાન સાથે હેલો બ્રધર અને ગોવિંદા સાથે અંખિયો સે ગોલી મારે જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

You might also like