અરમાન કોહલી પર ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરવાનો આરોપ, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

અભિનેતા અરમાન કોહલી પર પોતાની ગર્લફ્રેન્ડ નીરૂ રંધાવા સાથે મારપીટ કરી હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. અરમાન કોહલીની ફ્રેન્ડને કોકિલાબેન હોસ્પિટલમાં સારવારને લઇને દાખલ કરવામાં આવી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ અરમાને આ ગુસ્સામાં કરી હોવાનું બહાર આવ્યું છે. સ્પોટબોયને એક સૂત્ર દ્વારા મળતી જાણકારી મુજબ નીરૂને રવિવારની રાતે સાંતા ક્રૂઝ (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં અરમાન કોહલી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બિગબોસ ફ્રેમ અભિનેતા અરમાન કોહલી વિવાદોમાં ફસાયા છે. તેમના પર આરોપ છે કે રવિવારે રાતે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પોતના બંગલા પર ગર્લફ્રેન્ડ સાથે મારપીટ કરી હતી. તેમની ગર્લફ્રેન્ડ નીરુ રંધાવાએ આ અંગે સાંતાક્રુ{ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે.

નીરૂનો આરોપ છે કે અરમાન આ અગાઉ કેટલીય વાર મારપીટ કરી ચૂ~યા છે. આગઉ અરમાનના ત્રાસથી તે દુબી જતી રહી હતી પણ અરમાને લગ્નનું વચન આપીને તેને પરત બોલાવી લીધી. ચર્ચાઓ મુજબ અરમાને નીરૂ સાથે બેલ્ટથી મારપીટ કરી અને દિવાલ પર માથુ પણ પછાડયું. જેના પગલે તેને માથામાં ઈજા પહોંચી હતી. જે તસવીર શોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હાલ અંધેરીના કોકિલાબને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

એવી ચર્ચા ચાલી રહી છે કે, અરમાનના ગોવા સ્થિત બંગલાને લઈને બંને વચ્ચે માથાકુટ થઈ હતી. બંગલો ભાડે આપવામાં આવે છે અને ભાડાની રકમને લઈને બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ અને અરમાન ભડકી ઉઠયા.

અરમાનની ગર્લફ્રેન્ડ નીરૂ રંધાવા વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે અને તે દુબઈથી મુંબઈ પોતાનું કરિયર બનાવવા માટે આવી હતી. 2015માં અરમાન સાથે તેમની મિત્રતા થઈ અને બાદમાં તેઓ લીવ ઈન રિલેશનશીપમાં રહે છે.

You might also like