અભિનેતા અરમાન કોહલીની ગર્લફ્રેન્ડ સાથેની મારપીટ મામલે ધરપકડ

બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની પોતાની ગર્લફ્રેન્ડને કરેલી મારપીટ મામલે મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે અરમાન કોહલીની તેના લોનાવાલા નિવાસ સ્થાથે મંગળવારે સાંજે ધરપકડ કરી હતી. અરમાન કોહલી ગત 5 જૂનના રોજથી પોતાની ગર્લફ્રેન્ડ નીર રંધાવાને કરેલી મારપીટ બાદ ફરાર હતો જેની પોલીસને તલાશ હતી.

બિગબોસ ફ્રેમ અભિનેતા અરમાન કોહલીની શાંતાક્રુઝ પોલીસે લોનાવાલાથી ધરપકડ કરી છે. અરમાન કોહલી વિરૂદ્ધ તેમની જ ગર્લફ્રેન્ડ નીરૂ રંધાવાએ મારપીટની ફરિયાદ નોંધાવી હતી. નીરૂ સાથેની મારપીટ બાદ તેને માથાના ભાગે ઈજાના નિશાન થતાં એ તસવીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

નીરૂ રંધાવાના આરોપ મુજબ અરમાન મલિકે જુહુ વિસ્તારમાં આવેલા તેના બંગલા પર તેની સાથે બેલ્ટથી મારપીટ કરી અત્યાચાર ગુજાર્યો હતો. આ અગાઉ પણ અરમાને નીરૂ સાથે કેટલીય વાર મારપીટ કરી હતી અને અરમાનના ત્રાસથી નીરૂ દુબઈ પણ જતી રહી હતી.

બાદમાં અરમાને નીરૂને લગ્નનું વચન આપીને પાછી મુંબઈ બોલાવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે નીરૂ રંધાવા વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે અને 2015માં અરમાન સાથે તેની મુલાકાત બાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી. ત્યારથી તેઓ લીવ ઈન રિલેશનપમાં રહેતા છે.

You might also like