વડોદરામાં ખંડણી નહી આપનાર ડોક્ટરનું અપહરણ કરી માર્યા ચપ્પાનાં ઘા

અમદાવાદ : વડોદરામાં અપહરણ કરનાર ગેંગ સક્રિય થઇ છે. જીહા શહેરમાં એક ડોકટરનો અપહરણ બાદ છુટકારો થયો હોવાનું સામે આવ્યું છે. ગોરવા કલીનીક પરથી ડોકટર રાજેશ વ્યાસનું અપહરણ થયું હતું.

ડોકટરને ચપ્પાના ઘા મારી છોડી મુકયા હતા. અપહરણકારોએ રૂપિયા 50 લાખની ખંડણીની માંગ કરી હતી. ખંડણી ન મળતા અપહરણકારો ડોકટરને મારી ભાગી છુટયા હતા. ત્રણ શખ્સો આ ઘટનાને અંજામ આપી ફરાર થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતમાં દિનપ્રતિદિન આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. જાણે ગુજરાતમાં પણ જંગલરાજ આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે. દિનપ્રતિદિન આ પ્રકારનાં ગુનાખોરી વધી રહી છે. પોલીસ પણ આ ગુનાઓ ડામવામાં નિષ્ફળ ગઇ હોય તેવું લાગી રહ્યું છે.

You might also like