એક્શન ક્વીન બની સોનાક્ષી

સોનાક્ષી સિંહાને સારાં સારાં પાત્ર ભજવવાનો મોકો મળી રહ્યો છે. માત્ર રોમેન્ટિક અને શો-પીસ જેવાં પાત્રોથી તે પણ બોર થઈ ગઈ હતી. હવે તે એક્શન પેક ફિલ્મો કરી રહી છે, જે ખૂબ જલદી પ્રદર્શિત થશે. આ ઉપરાંત એક ફિલ્મ જૂની બ્લોકબસ્ટરની રિમેક છે.

સોનાક્ષી હાલમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તે કહે છે હું ‘ફોર્સ-૨’માં જોન અબ્રાહમની સામે કામ કરી રહી છું. તે એક એક્શન થ્રિલર ફિલ્મ છે, તેમાં ઘણા બધા એક્શન સિક્વન્સ છે. કેટલાક એક્શન અમે બોડી ડબલ વગર શૂટ કર્યા, જોકે તે માટે અમે મહેનત પણ ખૂબ કરી છે. જ્યાં સુધી ટ્રેનર ઓકે ન કરે ત્યાં સુધી અમે પ્રેક્ટિસ ચાલુ રાખતાં. એક્શન જોવામાં મજા આવે છે. હવે મને એક્શન કરવામાં પણ મજા આવે છે.

જોન અબ્રાહમ હંમેશાં એક્શનની બાબતમાં આગળ રહે છે. તે પોતાના કો-સ્ટારને પણ સલાહ આપતાે રહે છે. સોનાક્ષી કહે છે એક સિક્વન્સ થોડી હાર્ડ હતી. આ માટે જોને મને સલાહ આપી. જોન અબ્રાહમ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તે બધાંની ખૂબ કેર કરે છે. તે નરમ અને સાફ દિલ વ્યક્તિ છે. મને એની સાથે ફરી કામ કરવાનો મોકો મળશે તો પણ હું કરતી રહીશ.

You might also like