ટ્રાફિક-સ્વચ્છતા અંગે ટૂંકમાં અેક્શન પ્લાન

અમદાવાદ: શહેરમાં ટ્રાફિક અને ગંદકીની સમસ્યા નિવારવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક્શન પ્લાન બનાવવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે.

શહેરના નવા મેયર ગૌતમ શાહે અમદાવાદને ટ્રાફિક મુક્ત તેમજ સ્વચ્છ બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ માટે ગૌતમ શાહે ગંભીરતાથી પોતાના પ્રયાસો પણ હાથ ધરી દીધા છે. આજે મ્યુનિ. મુખ્યાલયમાં તેમની અધ્યક્ષતામાં આ અંગે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે.

બપોરે બે વાગ્યે યોજાનારી બેઠકમાં જાણીતા શિક્ષણશાસ્ત્રીઓ કુમારપાળ દેસાઇ, ડો. ચંદ્રકાન્ત મહેતા, એ.યુ. પટેલ, કે.એસ. શાસ્ત્રી ઉપરાંત ડો. આર.કે. પટેલ ઉપસ્થિત રહેશે. શહેરની વિવિધ એનજીઓ, લાયન્સ અને રોટરી ક્લબ, ટ્રાફિક કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહેશે.

મેયર કહે છે કે ટૂંક સમયમાં ટ્રાફિક તેમજ સ્વચ્છતા અંગે ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક યોજીશું. આ પ્રકારની બેઠકોના અંતે મળેલા સહયોગનાં સૂચનોના આધારે અમે મ્યુનિ. અધિકારીઓ સાથે અલગથી બેઠક કરીને આ બંને પ્રશ્નો અંગેની માર્ગદર્શિકા કે એક્શન પ્લાન જાહેર કરીશું.

You might also like