એક્ટિંગ નાસાના વૈજ્ઞાનિકના કામ જેટલી અઘરીઃ શ્રદ્ધા

728_90

હાલમાં શ્રદ્ધા કપૂર તેની સફળતાની મજા માણી રહી છે. તેની પાસે સારી ફિલ્મોની લાઈન લાગી છે. કરણ જોહરે ‘રામ-લખન’ની રિમેકમાં માધુરી દીક્ષિતવાળા રોલમાં તેને ફાઈનલ કરી છે. સંજય લીલા ભણસાલી ‘બાજીરાવ મસ્તાની’ બાદ હવે નવા નિર્દેશકના નિર્દેશનમાં અાદિત્ય રોય કપૂર અને શ્રદ્ધાને લઈને એક ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છે. શ્રદ્ધા કહે છે કે અાજે બોલિવૂડમાં એક્સપોઝર અને ખુલ્લાપણાનો સમય શરૂ થયો છે. જો પરિવર્તન માટે તેમ કરવું પડે તો હું તેમાં ના નહીં કહીશ. મારું કમ્ફર્ટ લેવલ જ્યાં સુધી પરવાનગી અાપશે ત્યાં સુધી હું મારા પાત્રને ન્યાય અાપવા તૈયાર છું.

દીપિકા અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓની સામે શ્રદ્ધા કપૂર માટે અાજે ખુદને સાબિત કરવાનું થોડું મુશ્કેલભર્યું છે. અાલિયા ભટ્ટ જેવી કેટલીક અભિનેત્રીઓ શ્રદ્ધા કપૂરની સાથે ઊભી છે. શ્રદ્ધા કહે છે કે મારી લડાઈ કોઈની સાથે નથી, માત્ર મારી સાથે છે. મારી સામે સૌથી મોટી ચેલેન્જ એ છે કે હું મારા કોઈ પણ રોલને રિપીટ ન કરું. દર્શકો શ્રદ્ધા કપૂરને એકના એક રોલમાં જોવા શા માટે ઈચ્છે. જો એક વાર હું મારી જાત પર જીત મેળવી લઉં તો તેના પછી સમગ્ર ખેલ મારા માટે સરળ બની જશે. એક્ટિંગને અત્યંત અઘરું કાર્ય ગણાવતાં તે કહે છે કે નાસામાં કામ કરી રહેલા કોઈ વૈજ્ઞાનિકની જેમ એક્ટિંગ કરવી પણ અઘરી જ છે.

You might also like
728_90