Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં આવ્યાં છે તેમજ તમામ એક્ટરની એક્ટિંગ દમદાર છે. હું આ ફિલ્મને ચાર સ્ટાર આપીશ.
નિધિ પરમાર, ચાંદખેડા

‘કલંક’માં અા‌િલયા અને વરુણ ધવનની એક્ટિંગ વખાણવાલાયક છે. ફિલ્મમાં વરુણે ઝફર નામના છોકરાની ભૂમિકા શાનદાર રીતે ભજવી છે તો બીજી બાજુ માધુરી અને સોનાક્ષીએ પણ સારી એક્ટિંગ કરી છે. હું આ ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
નિકિતા અસ્થાના, રાણીપ

ફિલ્મ ઇન્ટરવલ સુધી એક દમ બોર કરી દે તેવી છે. આ મૂવી નથી પણ માથાનો દુખાવો છે. ફિલ્મમાં આ‌િલયા અને વરુણની એક્ટિંગ સારી છે તો સંજય દત્ત તથા આદિત્ય રોય કપૂરે પણ પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
મનીષા પટેલ, મણિનગર

‘કલંક’ ફિલ્મનું નિર્દેશન ઘણું સારું કર્યું છે. ફિલ્મનાં ગીત શાનદાર છે. ફિલ્મનાં ગીતની કૉરિયોગ્રાફી પણ ઘણી જ સારી છે. માધુરી પોતાના રોલ અને ડાન્સિંગમાં ખૂબ સુંદર લાગે છે. હું ફિલ્મને ૩.પ સ્ટાર આપીશ.
તેજુ પટેલ પટેલ, બોપલ

એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી છે, પરંતુ ફિલ્મની સ્ક્રિપ્ટ નબળી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન, સંજય દત્તનું કામ સારું છે. આદિત્ય રૉય કપૂર અને માધુરીએ પણ પોતાના રોલને સારો ન્યાય આપ્યો છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ.
તરુણ ચૌધરી, નહેરુનગર

એક્ટિંગની બાબતમાં આલિયા ભટ્ટે કમાલનું કામ કર્યું છે. વરુણ ધવન, આદિત્ય રોય કપૂરે પણ સારું કામ કર્યું છે. સંજય દત્ત અને માધુરી દી‌િક્ષતે પોતાનો રોલ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મના અમુક ડાયલોગ ટચ થઇ જાય એવા છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ
હિમાંશુ પ્રજાપતિ, વસ્ત્રાપુર

You might also like