એક્ટિંગ કોર્સ યોગ્ય નિર્ણયઃ ઈસાબેલ કૈફ

કેટરીના કૈફની બહેન ઇસાબેલ કૈફને જોઇએ તો તે ઘણી બાબતોમાં કેટરીના જેવી લાગે છે તો કેટલીક બાબતોમાં સાવ અલગ છે. કેટરીનાને બીજા લોકો સાથે ઓપન થવામાં થોડો સમય લાગે છે, જ્યારે ઇસાબેલ ખૂબ જ વાતો‌ડિયણ છે. તે ૨૦૧૪માં કેનેડિયન ફિલ્મ ‘ડા.કેબી’માં જોવા મળી હતી.

હવે તે સૂરજ પંચોલીની ઓપોઝિટ ‘ટાઇમ ટુ ડાન્સ’ના માધ્યમથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે કહે છે કે ‘ડા.કેબી’ બાદ મારી પાસે થોડી ઓફર આવી હતી, પરંતુ મને તે પસંદ ન હતી. કેટલીક એવી પણ ઓફર હતી કે જેને નિર્માતાઓ તરત શરૂ કરવા ઇચ્છતા હતા, પરંતુ મારા માટે તે પણ શક્ય ન હતું. હું બધું જ છોડીને એક મહિનામાં અહીં શિફ્ટ થાઉં તે પોસિબલ ન હતું.

લાંબા સમયથી ઇસાબેલ હિંદી ફિલ્મમાં કામ કરે તેવી અફવાઓ ચાલી રહી છે. તે કહે છે કે ક્યારેક હું પણ વિચારું છું કે હું કઇ ફિલ્મ કરી રહી છું. ઇસાબેલે તાજેતરમાં એક્ટિંગનો કોર્સ પણ પૂરો કર્યો છે. તે કહે છે કે મને એક્ટિંગ ગમતી, પરંતુ હું શરમાળ હતી તેથી કેટરીનાએ મને કહ્યું કે મારે કોલેજ જવું જોઇએ અને એક્ટિંગ કોર્સ જોઇન કરી લેવો જોઇએ.

તેના કારણે મને શરમાળ સ્વભાવમાંથી પણ છુટકારો મળશે. હવે હું કહી શકું છું કે આ એક સારો નિર્ણય હતો.

You might also like