આમ આદમી પાર્ટીની નેતા સોની સોરી પર એસિડ એટેક, હોસ્પિટલમાં દાખલ

રાયપુર: છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આમ આદમી પાર્ટીની નેતા સોની સોરી પર કેટલાક અજાણ્યા લોકો હુમલો કર્યો છે. સોરીની સારવાર માટે જગદલપુરની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી ચે. સોની પર કાળા રંગનો જ્વલનશીલ પદાર્થથી હુમલો કર્યો હતો જો કે તે એસિડ જેવું કંઇક હોઇ શકે છે.

દંતેવાડા જિલ્લાના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના ગીદમ પોલીસ મથક અંતગર્ત જવાંગા ગામના કેટલાક અજાણ્યા લોકોએ આમ આદમી પાર્ટીની નેતા સોની સોરી પર હુમલો કર્યો હતો તથા તેમના ચહેરા પર ગ્રીસ જેવો પદાર્થ લગાવ્યો હતો. જ્યારે તેમના ચહેરા પર બળતરા થવા લાગી તો તેમને સીધા ગીદમના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. પોલીસે કેસ દાખલ કર્યો છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સોરી પોતાના બે સાથીઓ સાથે જગદલપુરથી પોતાના ગૃહગ્રામ ગીદમ માટે બાઇક પર રવાના થઇ હતી. સોરી બસ્તાનાર ઘાટ પાર કરીને જ્યારે જવાંગા ગામ નજીક પહોંચી ત્યારે કેટલાક બાઇક પર સવાર લોકોએ તેમની ઘેરી લીધી અને તેમની સાથે ધક્કામુક્કી કરતાં તેમના ચહેરા પર ગ્રીસ જેવો પદાર્થ લગાવી દીધો. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાવર ત્યાંથી ભાગી ગયા હતા.

બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંયોજક સંકેત ઠાકુરે આરોપ લગાવ્યો છે કે બસ્તરમાં માનવાધિકાર ઉલંઘનનો મુદ્દો ઉઠાવવાના લીધે સોરી પર હુમલો કરવામાં આવ્યો છે. સંકેત ઠાકુરે જણાવ્યું હતું કે અજાણ્યા લોકો દ્વારા કેટ્લાક દિવસો પહેલાં સોરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેની ફરિયાદ પોલીસને કરવામાં આવી હતી, પરંતુ પોલીસે સોરીને સુરક્ષા પુરી પાડી ન હતી.

દંતેવાડા જિલ્લા નિવાસી સોની સોરી પર નક્સલી સહયોગી હોવાના આરોપો બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ જામીન પર છોડી મુકવામાં આવી હતી. શિક્ષિકા સોરી ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં જોડાઇ અને વર્ષ 2014ની લોકસભાની ચૂંટનીમાં તે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી બસ્તર લોકસભા ક્ષેત્રની ચૂંટણી લડી હતી. જો કે તે ચૂંટણી હારી ગઇ હતી.

You might also like