અમદાવાદ-વડોદરા હાઈવે પર સામરખા ચોકડી ખાતે ગામડી બ્રિજ નજીક એસિડ ભરેલી ટેન્કર પલટી

અમદાવાદ: અમદાવાદ-વડોદરા હાઈવે પર ગામડી બ્રિજ નજીક એસિડ ભરેલી ટેન્કર પલટી ખાઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ટેન્કર પલટી ખાતા જ એસિડ લીક થવા લાગ્યું હતું. જેના કારણે લોકોને અાંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ભયના માહોલ સર્જાયો હતો.

અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-વડોદરા હાઈવે પર સામરખા ચોકડી પાસે અાવેલી ગામડી બ્રિજ નજીકથી ૨૦ હજાર લિટર જેટલો એસિડનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટેન્કર સર્વિસ રોડ પર રિવર્સ લેતી વખતે પલટી ખાઈ ગઈ હતી. ટેન્કર પલટી ખાતા જ એસિડ લીકેજ થવા માંડ્યું હતું. જેના કારણે અાવતા જતાં લોકોને અાંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં દોડધામ મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચી જઈ સઘન કાર્યવાહી શરૂકરી હથે.

You might also like