એ‌‌‌સિડ એટેક અને બળાત્કારનો ભોગ બનેલાંઓને પ૬.૬૦ લાખનું વળતર ચૂકવાયું

અમદાવાદ: એ‌‌‌સિડ એટેક, બળાત્કાર, હત્યા જેવા અતિ ગંભીર ગુનામાં ભોગ બનનાર લોકોને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ રૂ.પ૬.૬૦ લાખનું વળતર આપવાનો મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યમાં ભોગ બનેલા ૧૯ લોકોને ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશેન સ્કીમ હેઠળ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ વળતર જાહેર કર્યું છે. અમદાવાદ જિલ્લા અને શહેરમાં ભોગ બનનારને વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે.

તાજેતરમાં દેવગઢબારિયામાં બે સગી બહેનો પર થયેલા ચકચારી બળાત્કાર કેસમાં રૂ.પ.૬૦ લાખનું વળતર ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ ચૂકવ્યું છે. આ સ્કીમ મુજબ રાજ્યમાં એ‌‌‌સિડ એટેક, બળાત્કાર, હત્યાના કેસોમાં ભોગ બનનાર કે તેના પરિવારજનોને રાહત મળી રહે તે માટે રાજ્ય સરકારે રૂ.૬૦ લાખ કરતા વધુનું ફંડ ફાળવ્યું છે. જે પૈકી ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ રૂ.પ૬.૬૦ લાખનું વળતર ૧૯ ભોગ બનનારને ચૂકવ્યું છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસે દરેક ભોગ બનનારને વધુ વળતર મળી રહે તે માટેનો નિર્ણય લીધો છે થોડાક દિવસોમાં તમામ લોકોને વળતર મળી જશે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા એ‌‌‌સિડ એટેકમાં ૬ અને બળાત્કારમાં ભોગ બનેલી બે યુવતીઓને રૂ.૬.૩પ લાખનું વળતર ચૂકવવા માટેનો નિર્ણય લઇને ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસમાં મોકલી આપ્યું હતું.

પરંતુ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસે તમામ આઠ લોકોને રૂ.૬.૩પ લાખ નહીં પરંતુ રૂ.ર૪ લાખ વળતર આપવાનું નક્કી કર્યું છે. અમદાવાદ જિલ્લામાં એ‌‌‌સિડ એટેકમાં ભોગ બનેલા લોકોને રૂ.ત્રણ લાખનું વળતર આપવામાં આવ્યું છે. જેમાં બદરખા ગામના બે પિતરાઇ સોલંકી ભાવેશ દિનેશભાઇ અને સોલંકી નયન શંકરભાઇ જ્યારે નાઝ ગામના શાહ નયન વિજયભાઇ, વાણિયા અરવિંદ રધુભાઇ, વાણિયા ભરત નટવરલાલ અને વાણિયા કનુભાઇ સદાભાઇનો સમાવેશ થાય છે.
http://sambhaavnews.com/

You might also like