જેની સજા ભોગવતા હતા તે જ યુવતી પર 3 વર્ષ બાદ ફરી કર્યો ગેંગરેપ

ચંડીગઢ : રોહતકનાં ચંદીગઢમાં ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે. જો કે સૌથી મહત્વની બાબત છે કે પીડિતા અગાઉ પણ ગેંગરેપનો ભોગ બની હતી. તે જ આરોપીઓએ ફરીથી પીડિતા પર ગેંગરેપ કર્યો છે.ત્રણ વર્ષ અગાઉ પણ પીડિતા પર ગેંગરેપ થયો હતો. ત્યારે પીડિતા 18 વર્ષની હતી.

પોલીસનાં અનુસાર પાંચ આરોપીઓએ 2012માં એક સગીરા પર ગેંગરેપ કર્યો હતો. પીડિત પરિવારે ફરિયાદ કરી હોવાથી તે ફરિયાદ પાછી લઇ લેવાનું દબાણ લાવવા માટે તે જ આરોપીઓ દ્વારા પીડિતા સાથે ફરીથી ગેંગરેપ કરવામાં આવ્યો છે. હાલ 21 વર્ષીય પીડિતા રોહતકની એમડી યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહી છે. ગયા સપ્તાહમાં બુધવારે આરોપીઓ યુનિવર્સિટી પહોંચી ગયા હતા. જ્યાં કોલેજથી જ પીડિતાનું અપહરણ કરી તેને નિર્જન સ્થળે લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આરોપીઓ પીડિતાને ત્યાં જ અર્ધનગ્ન હાલતમાં તરફડતી મુકીને જતા રહ્યા હતા. રસ્તે જતા એખ વ્યક્તિની નજર પડતા તેણે યુવતીને બેભાન હાલતમાં જ હોસ્પિટલ પહોંચી હતી. યુવતીએ હોશમાં આવતા જ પરિવારને બોલાવાયો હતો. ત્યાર બાદ તેણે આરોપીઓની ઓળખ પણ કરી હતી.

You might also like