ભંડારકરની હત્યાનાં ષડયંત્રમાં મોડલ પ્રીતિ જૈનને 3 વર્ષની જેલ

મુંબઇ : સેશન કોર્ટે બોલિવૂડ ડિરેક્ટર મધુર ભંડારકરને મારવાનાં ષડયંત્રના કેસમાં પ્રીતિ જૈન સહિત ગેંગસ્ટર્સ નરેશ પરદેશી તથા શિવરામ દાસને દોષીત ઠેરવીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે. કોર્ટે ચુકાદો આપ્યા બાદ તરત જ પ્રીતિ જૈનને કસ્ટડીમાં લેવાનાં આદેશ આપ્યા છે. જો કે ત્રણેયને 15 હજારનાં રોકડ જામીન મળી ગયા હતા. ત્રણેયને બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

પ્રીતિ જૈને 2005માં અરૂણ ગવળીનાં માણસ નરેશ પરદેશીની 75 હજાર રૂપિયા આપીને મધુર ભંડારકરને મારવા માટે સોપારી આપી હતી. 2004માં પ્રીતિએ મધુર ભંડારકર વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. જો કે નરેશ પરદેશી મધુર ભંડારકરને મારવામાં નિષ્ફળ રહ્યો હતો. જેને કારણે પ્રીતિ જૈને પોતાનાં પૈસા પરત માંગ્યા હતા.

આ વાત અરૂણ ગવળીનાં વકીલે પોલીસને જ જણાવી દીધી હતી. 10 સપ્ટેમ્બર, 2005 પોલીસે પરદેશીની ધરપકડ કરી હતી અને પ્રીતિની અટકાયત કરીને પુછપરછ કરી હતી. ત્યાર બાદ પોલીસે પરદેશીનાં ફ્રેન્ડ શિવરામદાસની ધરપડ કરી હતી. શિવરામે નરેશને શૂટર્સ તથા હથિયારો આપ્યા હતા. આ કેસની સુનવણી પહેલા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થઇ હતી પરંતુ ત્યાર બાદ આ કેસ સેશન કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.

You might also like