સુરત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર મહિલા કેદી અમદાવાદથી ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદની સાબરમતી જેલમાંથી સુરતની લાજપોર જેલમાં લવાયેલી મહિલા કેદી ગઈ કાલે પોલીસને થાપ આપી સુરત સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગઈ હતી, જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ મહિલા કેદીને અમદાવાદથી ઝડપી લીધી હતી.

મીરાં સીનારા નામની મહિલા કેદીને અમદાવાદની સાબરમતી જેલમાંથી સુરતની લાજપોર જેલમાં ખસેડાઈ હતી. ૯ ઓગસ્ટે સારવાર અર્થે મીરાંને નવી સિવિલમાં ખસેડાઈ હતી. હોસ્પિટલમાં તેના પર નજર રાખવા હેડક્વાર્ટરના પોલીસકર્મીઓને જવાબદારી સોંપાઈ હતી.

દરમ્યાનમાં ગઈ કાલે એમડીઆર વોર્ડમાંથી ચોથા માળેથી પોલીસને હાથતાળી આપી મીરાં ફરાર થઈ ગઈ હતી. પોલીસે મહિલાને ઝડપવા અલગ અલગ ટીમ બનાવી હતી. અમદાવાદથી મીરાંને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. ફરાર થનાર આરોપી મીરાં સહિત ર મહિલા અને એક પુરુષ પોલીસ કોન્સ્ટેબલ સામે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You might also like