સગીર સાથે મળી યુવતીને લૂંટનાર અારોપીની ધરપકડ

અમદાવાદ: દસ દિવસ અગાઉ શહેરના સરદારનગર વિસ્તારમાં એક્ટિવા પર જતી એક યુવતીને મોડી રાત્રે લૂંટી લેનાર એક અારોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લૂંટમાં સામેલ અન્ય બે સગીર અારોપીની પોલીસે ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચે બાતમીના અાધારે સુનીલ ચંદ્રભાણ પ્રજાપતિ (રહે. કબીરનગર, નરોડા)ને ઝડપી લીધો હતો. અારોપી સુનીલની પૂછપરછ કરતાં દસેક દિવસ અગાઉ હાંસોલ ટીપી સ્કીમ રોડ પર હીનાબહેન મુલચંદાણી (રહે. શાંતિપ્રકાશ હોસ્પિટલ, સરદારનગર) પોતાનું એક્ટિવા લઈ રાત્રે ૮.૩૦ વાગ્યે જઈ રહ્યાં હતાં ત્યારે બાઈક પર પોતે અને અન્ય એક સગીર ભેગાં મળી હીનાબહેનનું એક્ટિવા અાંતરી તેઅોની ચાવી પડાવી લઈ ડેકીમાંથી રોકડા રૂ. ૨,૦૦૦ અને મોબાઈલ ફોન તેમજ જરૂરી કાગળો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

અા અંગે તેઅોઅે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાંચે ગઈ કાલે બાઈકના નંબર પરથી માહિતી મેળવી બાતમીના અાધારે અારોપી સુનીલને ઝડપી લીધો હતો. અારોપી અન્ય બે સગીર સાથે મળી અા રીતે લોકોને લૂંટી લેતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને સગીર અારોપીઅોને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.

You might also like