Categories: Dharm Trending

ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણેય દેવનું આગવું સ્થાન, જાણો ત્રિદેવનો જન્મ અને તેમનાં કાર્યો..

ભારતીય ધર્મશાસ્ત્ર અનુસાર ત્રણ દેવનું આગવું સ્થાન છે. જે ત્રિદેવ તરીકે પૂજાય છે. હિન્દુ ધર્મમાં ઘણી કથાઓ પ્રચલિત છે. માનવામાં આવે છે કે આ સૃષ્ટિને હિંદુ ધર્મના ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે બનાવી છે આથી જ તેમને પરમ પૂજનીય માનવામાં આવે છે.

આ ત્રણ દેવની પૂજા સર્વોત્તમ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ત્રિદેવનો જન્મ કેવી રીતે થયો હશે? આ ત્રિદેવ આદિ અનાદિ હતા તો તેનો જન્મ થયો કઈ રીતે? આ ત્રણ દેવ મુખ્ય છે. જેમાં પુરાણ કથા અનુસાર વિષ્ણુજીને મનાવવા માટે પણ ઘણા જપ કે મંત્રોનું રટણ કરવું પડે છે.

તો વળી, બ્રહ્માજીને પણ મનાવવા માટે ઘણું તપ કરવું પડે છે પણ શિવજીને મનાવવા માટે તેની સરળ પૂજા શ્રદ્ધા ભાવે જો કરવામાં આવે તો તરત તે પ્રસન્ન થનાર છે અને તે મહાકાળ હોવાથી આપણા બધામાં તે અંશ રૂપે પરમાત્માથી જોડાયેલ છે તેથી તે સરળતાથી પ્રસન્ન થાય છે. આ ત્રિદેવના જન્મની વાતનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં જણાવવામાં આવે છે.

શિવમહાપુરાણમાં ઉલ્લેખ છે કે સૌ પ્રથમ અવકાશમાં ઘોર અંધકાર હતો ક્યાંય કશું જણાતું ન હતું અને ઘોરતમ અંધારમાં એક તત્ત્વ હતું આ તત્વને અંતિમ તત્ત્વ કહેવામાં આવે છે; જેનો કોઈ આકાર નથી તે નિરાકાર તત્વ હતું અને પરમતત્વ તરીકે ઓળખ આપણા શાસ્ત્રોએ આપી તે આ તત્ત્વ હતું.

તેને ઈચ્છા થઈ કે તે પોતાના સ્વરૂપનું સર્જન કરે છે. તે શિવ તત્ત્વ તરીકે શાસ્ત્રકાર ઓળખાવે છે. તે પોતાના જમણા અંગને ઘસે છે તો તેમાંથી એક બીજા પુરુષનું સર્જન કરે છે. (આ શિવતત્ત્વએ જ ડાબા અંગને ઘસ્યું તો તેમાંથી પરાંબાનું સર્જન થયું જે આ જગતની પ્રકૃતિ રૂપ છે.)

બીજો પુરુષ જે શિવ તત્ત્વમાંથી પ્રગટ થયા તે મહાબાહુ અને નીલિ આભા ધરાવતો આ પુરુષ વિશાળ વિશાળ થતો ગયો તેથી શિવે તેને કહ્યું ‘‘તમે વિસ્તૃત થાવો છો માટે તામારું નામ વિષ્ણુ રાખવામાં આવશે.’’ આ રીતે શિવ ભગવાને વિષ્ણુને જન્મ આપ્યો.

વિષ્ણુજીએ સમગ્ર જગ્યાએ કેવળ પ્રકાશ જોયો તેથી તેણે બધું જળવત્ કરી દીધું અને ઘણું કામ કરી થાક્યા પછી તેણે પોતે સર્જેલા જ પાણીમાં ઘણાં વર્ષો સુધી સુતા રહ્યા. ત્યારે પછી શિવજીની ઈચ્છાથી તે યોગ નિદ્રામાંથી જાગૃત થયા.

મહાપુરુષ તરીકે ઓળખાતા વિષ્ણુ ક્ષીરસાગરમાં સૂતા હતા ત્યારે તેની નાભિમાંથી એક કમળનો ઉદભવ થયો અને તેમાંથી બ્રહ્માજીનો જન્મ થયો. બ્રહ્માજીએ આસપાસ જોયું પણ કશું જણાયું નહીં તેથી તેને થયું કે મારો જન્મ ક્યાંથી થયો તે જાણું તેમ કરી, તે કમળની નાળમાં છેક ઉંડે સુધી ગયા પણ તેનો ક્યાંય પતો લાગ્યો નહીં તેથી તેને સો વર્ષ સુધી તપ કર્યું. અને તપ આંખો ખોલી તો વિષ્ણુ ભગવાને દર્શન દીધા અને તેની સાથે વિવાદ થયો.

બન્નેનો વાદ-વિવાદ જોઈ અને શિવજી પ્રગટ થયા બન્નેના જન્મની કથા કરી બન્નેને શાંત કર્યા.બ્રહ્મા વિષ્ણુનો વિવાદ ચાલતો હતો ત્યારે અચાનક જ એક પ્રકાશમાન પટ્ટો બન્ને વચ્ચે આવી ગયો. બન્ને આ પ્રકાશમાન પટ્ટાને ઉપર નીચે વારંવાર નિહાળવા લાગ્યા પણ તેનું મૂળ બન્નેને ન જડ્યું ત્યારે શિવજી પ્રગટ થયા અને પ્રકાશમાન પટ્ટાને તેના જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓળખાવ્યું અને કહ્યું કે મારામાંથી એક પુરુષ પેદા થશે તે રુદ્ર કહેવાશે આ રુદ્ર અને હું કંઈ અલગ નથી પરંતુ એક જ જાણવા.

આમ તે શિવે વિષ્ણુને કહ્યું તમે આ સૃષ્ટિનું પાલન પોષણ કરજો અને બ્રહ્માને સૃષ્ટિના સર્જનનો ભાર સોંપવામાં આવ્યો અને કહ્યું કે મારું સ્વરૂપ જે રુદ્ર છે તે પ્રલય કાળે વિનાશ કરશે. આમ, ત્રિદેવનો જન્મ અને તેના કાર્યનું પ્રતિપાદ શિવપુરરાણની રુદ્ર સંહિતાના અધ્યાય છ થી નવમાં જોવા ઉલ્લેખિત થયેલું જોવા મળે છે.

શિવ તત્ત્વ એટલે જ્યારે કયારેય ક્યાંય કશું ન હતું ત્યારે જે તત્વ હતું તે પરમ નિરાકાર તત્ત્વ અવકાશીય સમય સાથે મળતું તત્વ અને સમગ્ર સૃષ્ટિનો સમય જેમાંથી છુટો પડ્યો છે તે મહાસમય જેને આપણે મહાકાળ કહીએ છીએ. આ અવકાશીય તત્વની રચનાને સમજવા માટે શિષ્યોને ખૂબ મુશ્કેલ પડ્યું ત્યારે આપણા ઋષિએ તે તત્વોનાં પાત્રો સર્જી અને કથા કરી અને તે કંઠોપકંઠ સાચવી.•

divyesh

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

18 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

19 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

19 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

19 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

19 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

19 hours ago