ગુજરાતીઓનું હ્યદય તેમની ઉંમર કરતા 10 વર્ષ મોટુ- સર્વે

ગુજરાતના લગભગ 2500 લોકોના હ્યદય પર કરવામાં આવેલા એક સર્વોમાં આ વાત સામે આવી છે કે બીમારીના કારણે તેમના હ્યદયની ઉંમર તેમની વાસ્તવિક ઉંમર કરતા 10 વર્ષ વધારે છે. આ સર્વે યુએન મહેતા ઓફ કાર્ડિયોલીજીના ડોક્ટરોએ કર્યો છે. આ અધ્યયને ઓક્સફર્ડ યુનિવર્સીટી પ્રેસના જર્નલ ક્યૂજેએમમાં પણ પબ્લિશ કરવામાં આવ્યો હતો.

આ અધ્યયનના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર ડો. કમલ શર્માનું કહેવુ છે કે આ સ્ટડી 2,483 સ્વસ્થ વ્યક્તિઓની વેસ્ક્યુલર ઉંમર પર કરવામાં આવ્યો છે. આ લોકો તેમની પાસે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવવા આવે છે. તેમણે કહ્યુ કે વેસ્ક્યુલર ઉંમર જાણવા માટે ફ્રેમિંગમ વેસ્ક્યુલર એજ કેલ્ક્યુલેટરનો પ્રયોગ કરવામાં આવે છે.

ડો.શર્માના અનુસાર આ કેલ્ક્યુલેટરના ઉપયોગથી બ્લડપ્રેશર, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીઝ વગેરેને માપી શકાય છે. જાણકારી પ્રમાણે આ સ્ટડીમાં ડો.શર્મા ઉપરાંત ડો.એસ સાહૂ, કે એસ શાહ, એ કે પટેલ, એનડી જાધવ, એમએમ પરમાર અને કેએસ પટેલ પણ જોડાયેલા હતા.

ડોક્ટરોએ જણાવ્યુ કે ગુજરાતના લોકોમાં હાઈ કોલેસ્ટ્રોલ, હાઈ બીપી અને વધેલા પેટની ચરબીના કારણે આ પ્રકારની સમસ્યાઓનું જોખમ વધી જતુ હોય છે. જેનાથી તેમને હ્યદયથી સંબંધિત બીમારીઓ થવાનું જોખમ હોય છે.

આ રિપોર્ટ પરથી એ સંકેત મળે છે કે ગુજરાતીઓએ પોતાના હ્યદય સંબંધીત બીમારીઓમાં લાપરવાહ ન રેહવુ જોઈએ.

You might also like