કનોટ પ્લેસ દુનિયાની 7મી સૌથી મોંઘી જગ્યા: સર્વે

નવી દિલ્હી: દિલ્હીના કનોટ પ્લેસમાં ભાડે ઓફિસ ખોલવા માટે દુનિયાનો સાતમું મોઘું સ્થળ બની ગયું છે. ગત વર્ષે આ સ્થળ છઠ્ઠા સ્થાને હતું. સંપત્તિ સલાહકાર કંપની સીબીઆરઇ રિસર્ચના દ્રિવાર્ષિક ગ્લોબલ પ્રાઇસ ઓફિસ ઓક્યૂપેંસી કોન્ટ્સ સર્વેમાં આ વાત કહેવામાં આવી છે. આ યાદીમાં મુંબઇના બાંદ્રાકુર્લા પરિસરને 19મા અને નરીમન પોઇન્ટને 34મા સ્થાને રાખવામાં આવ્યું છે.

આ છે ટોપ-5ની યાદી
યાદીમાં બીજા સ્થાન પર લંડન-સેંટ્રલ (વેસ્ટ એન્ડ)નું સ્થાન છે, જ્યાં વાર્ષિક ભાડું 262.29 ડોલર પ્રતિ વર્ગ ફૂટ એટલે 17632.45 રૂપિયા છે. ત્રીજા સ્થાન બીજિંગને ફાઇનાન્સ સ્ટ્રીટ, ચોથા સ્થાને બીજિંગના સેંટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક અને પાંચમા સ્થાન હોંગકોંગના વેસ્ટ કોલૂનનું છે.

ટોપ-10ની યાદીમાં ટોક્યોના મારૂનૌચી-ઓટેમાચી, લંડન-સેંટ્રલ (શહેર), ન્યૂયોર્કનું મિડટાઉન મૈનહૈટન અને શંઘાઇના પુડોંગ સામેલ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવેલી યાદીમાં લંદન-સેંટ્રલ (વેસ્ટએંડ) પહેલા સ્થાન પર, જ્યારે કનોટ પ્લેસ છઠ્ઠા સ્થાન પર હતું.

ગત વર્ષે છઠ્ઠા સ્થાન પર હતું
કનોટ પ્લેસ ઓફિસ માટે સૌથી મોંઘા સ્થાનની યાદીમાં ગત વર્ષે છઠ્ઠા સ્થાન પર હતું. જ્યારે મુંબઇના બાંદ્રા કુર્લા 16મા અને નરીમન પોઇન્ટ 32મા નંબર પર રહ્યું હતું. ત્યારે કનોટ પ્લેસમાં વાર્ષિક ભાડું લગભગ 10,744 રૂપિયા હતું. ગત યાદીમાં બીજિંગ ફાઇનાસ્ટ સ્ટ્રીટનો ત્રીજો, બીજિંગ સેંટ્રલ ડિસ્ટ્રિક્ટનો ચોથો તથા મોસ્કોનું પાંચમું સ્થાન હતું.

You might also like