ભાડાનું મકાન શોધી રહેલા વિદ્યાર્થીઓને દલાલીમાંથી છુટકારો આપશે આ પોર્ટલ

નવી દિલ્હી: એડમિશન સિઝન નજીક આવતાં જ વર્ષના અંત સુધીમાં દિલ્હી એનસીઆર વિસ્તારમાં એવા વિદ્યાર્થીઓ ભરાઇ જાય છે જે નવી શૈક્ષણિક જીંદગી શરૂ કરવા જઇ રહ્યાં છે. આ વર્ષે યુવાનોને વિશ્વાસપાત્ર મકાન પુરૂ પાડવા માટે Studentacco.com સામે આવ્યું છે જે એનસીઆર ક્ષેત્રમાં ઉપલબ્ધ મકાનની સુવિધાઓ વિશે સમગ્ર અને પ્રામાણિક જાણકારી આપે છે.

Studentaccoનું લક્ષ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ સજ્જિત મકાન પુરૂ પાડવા માટે ઓનલાઇન પ્રણેતા છે. આ ફક્ત વિદ્યાર્થી માટે સો ટકા સમર્પિત ભારતનું પ્રથમ આવાસ પોર્ટ છે જ્યાં એક છત નીચે બધી પીજી તથા રેંટલ-ફ્લેટોની સંપૂર્ણ જાણકારી મળી જાય છે અને તે પણ ત્વરિત તથા પારદર્શી રીતે.

આરતી જૈન અને વીરેન જૈન દ્વારા સ્થાપિત Studentacco વિદ્યાર્થીની જરૂરિયાતો પર કેન્દ્રિંત છે. આ ટેક્નોલોજી પ્લેટફોર્મ પર હાજર ટેક્નોલોજી સમર્થક પ્રોપર્ટી મેનેજમેંટ અને સૂચના સિસ્ટમના લીધે બ્રોકરની જરૂરિયાત રહેશે નહી. આ પ્રકારે વિદ્યાર્થીઓને સમગ્ર જાણકારી મળી જતાં નિર્ણય લેવામાં સમસ્યા ઉભી થશે નહી.

Studentaccoએ દિલ્હી, નોઇડા અને ગુડગાંવમાં વિદ્યાર્થીઓ માટે 13,000થી વધુ બેડ પહેલાંથી જ એકઠા કરી લીધા છે. તેની યોજના આગામી 6 મહિના દરમિયાન વિદ્યાર્થીઓ વર્ચસ્વવાળા પાંચ અન્ય શહેરોમાં પ્રવેશ કરવાનો છે. ગુણવત્તાપૂર્ણ મકાન પુરા પાડવાની સુવિધાનો વિસ્તાર કરવા માટે Studentacco બ્રાંડે, રેડી ટુ મૂવ-ઇન, બધા સુવિધાઓની સજ્જ મકાન પુરા પાડવાનું કામ કરી રહી છે. વેબસાઇટની યોજના ચાલૂ શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓ માટે 500 બેડ ઉપલબ્ધ કરાવવાની છે.

You might also like