ફરી અકસ્માતઃ અમદાવાદની સાત જેટલી ટ્રેન ડાઈવર્ટ કરાઈ

અમદાવાદ: પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના નંદુરબાર સેક્શનમાં ભારે વરસાદના કારણે સુરત-નંદુરબાર મેમુ ટ્રેનના બે ડબ્બા ખડી પડ્યા હતા, જેના કારણે અમદાવાદ-નંદુરબાર વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે કુલ સાત ટ્રેનને ડાઇવર્ટ કરવામાં અાવી છે.

રવિવારે ભારે વરસાદના કારણે નંદુરબાર નજીક રપ૦-૩૦૦ મીટરનો રેલવે ટ્રેક ધોવાઇ ગયો હતો. રેલવે ટ્રેકના ધોવાણના કારણે સુરતથી નંદુરબાર જતી મેમુ ટ્રેનના બે કોચ નંદુરબાર નજીક ખડી પડ્યા હતા, અમદાવાદ- હાવરા, હાવરા-અમદાવાદ, હાવરા-પોરબંદર-અોખા, ચેન્નઈ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ અને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ્ એક્સપ્રેસને વાયા રતલામ, ભોપાલ થઈને ડાઈવર્ટ કરવામાં અાવી છે.

જ્યારે અમદાવાદ-ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ અને બિકાનેર-સિકંદરાબાદ ટ્રેનને વાયા સુરત, વસઈ રોડ, ભૂસાવળ થઈને દોડાવવામાં અાવી રહી છે. અમદાવાદથી પુરી જનારી ટ્રેન લિંક રેક ન અાવવાના કારણે ૧૮ કલાક મોડી દોડશે. જ્યારે અમદાવાદ-હાવરા ટ્રેન પણ લિંક રેક મોડી અાવવાના કારણે સવા પાંચ કલાક મોડી ઉપડશે તેમ પશ્ચિમ રેલવે અમદાવાદના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.

You might also like