પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બાળક સહિત કુલ ત્રણ વ્યકિતનાં કરુણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. અકસ્માતના બનાવના પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઊમટી પડ્યાં હતાં.

એક માસૂમ બાળક સહિત ત્રણનાં મોતને લઇ સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુર-અંબાજી રોડ પર ફોર લેન બનાવવાનું કામ હાલ ચાલી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આ કામને લઇ આ હાઇવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ નોંધાતી રહે છે.

પરંતુ તંત્ર દ્વારા તે પરત્વે ગંભીર દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આ હાઇવે પર આજે રતનપુર ગામ પાસે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર એવા આ અકસ્માતમાં એક માસૂમ બાળક સહિત કુલ ત્રણ વ્યકિતનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જયારે અન્ય લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માતનાં પગલે હાઇવે પર લોકોનાં ટોળેટોળાં એકઠાં થઇ ગયાં હતાં અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને નજીકની પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. અકસ્માતના બનાવના પગલે આ રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. સ્થાનિકોએ છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ફોર લેનની કામગીરીની ગોકળગાય ગતિને લઇ કોન્ટ્રાકટર પર પણ માછલાં ધોયાં હતા અને તેના પરત્વે પણ રોષ ઠાલવ્યો હતો.

બીજી બાજુ અકસ્માતની ઘટનામાં એક માસૂમ બાળક સહિત ત્રણનાં મોતને લઇ એકત્ર થયેલા લોકોમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. તાલુકાના રતનપુર ગામ પાસે બે પિકઅપ ડાલા અને તવેરા ગાડી વચ્ચે આજે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં બેનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. તવેરા ગાડીમાં મહેશ્વરી સમાજના લોકો અંબાજી દર્શન કરવા જતા હતા. એક જીપ ડાલામાં ડીજેનો સામાન ભરેલો હતો અને બીજા ડાલામાં ગાય ભરેલી હતી. પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતાં.

You might also like